મોદીએ પહેરેલા ચશ્માની કિંમત કેટલી?: મીમ્સ થયા વાયરલ

નવી દિલ્હી:  સોશિયલ મીડિયા પર આજકાલ જાણીતા ચહેરાઓની હાજરી સતત જોવા મળે છે. આ વખતે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની હાજરીથી લોકોના દિલ જીતી લીધા છે. હકીકતમાં વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ ગુજરાત, દિલ્હી, તમિલનાડુ અને કેરળ સહિત દુનિયાભરમાં જોવા મળ્યું. ગુરુવારે સવારે 8.04 કલાકે તે શરૂ થયું અને ગ્રહળકાળ ભારતમાં 2.52 કલાક સુધી રહ્યો. સામાન્ય લોકોની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દાયકાનું છેલ્લું ગ્રહણ જોવા ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતાં.

 

 

પીએમ મોદીએ ગ્રહણને જોતી પોતાની તસવીર પોસ્ટ કરતા લખ્યું, ઘણા ભારતીયોની જેમ હું પણ #solareclipse2019ને લઈને ઉત્સાહિત હતો. પરંતુ વાદળ છવાયેલા હોવાથી જોઈ ન શક્યો. જોકે મેં લાઈવ સ્ટ્રીમ દ્વારા કોઝિકોડ (કેરળ)થી ગ્રહણની ઝલક જોઈ.

 

 

પ્રધાનમંત્રી મોદીના આ ટ્વીટ પછી સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ હતી. કેટલાક લોકોએ તેમના ફોટા પર મીમ્સ બનાવ્યા હતા તો કેટલાક યુઝર્સ ચશ્માંની કિંમત શોધી રહ્યા હતા અને તેમણે પહેરેલા ચશ્માંની વેબસાઈટની લિંક શેર કરી હતી.

ટ્વીટર પર એક યુઝર @RoflGandhi_ એ લખ્યું કે- જો તમે જર્મન સપનામાં જીવી રહ્યા છો તો તેને જર્મન ચશ્માંથી જુઓ. Maybach (મેબેક) વર્થ 1.6 લાખ. યુઝરે બ્રાન્ડફકીર હેશટેગ પણ લખ્યું હતું.

આ યુઝરે 3 ફોટા શેર કર્યા છે. પ્રથમ ફોટોમાં પીએમ મોદી ચશ્માંનાં માધ્યમથી વાદળ તરફ જોતા નજરે પડે છે. બીજા ફોટામાં યુઝરે ચશ્માં પર રહેલો મેબેક કંપનીનો લોગો દર્શાવ્યો છે, ત્રીજા ફોટામાં મેબેક ચશ્માંની કિંમત દર્શાવી છે, જે 2159 ડોલર છે. તેની ભારતીય રૂપિયામાં કિંમત આશરે 1 લાખ 53 હજાર છે.

 

જોકે, એક ટ્વીટર યૂઝરે લખ્યું કે, આ મીમ બની ગયુ. જેને રિટ્વીટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, ‘તમારુ સ્વાગત છે, મજા ઉઠાવો’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]