પંડિત નહેરૂને વડાપ્રધાન મોદી અને સોનિયા ગાંધીની શ્રધ્ધાંજલી

નવી દિલ્હીઃ ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુનો આજે જન્મ દિવસ છે. ત્યારે તેમના જન્મ દિન નિમિત્તે વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને નહેરુને યાદ કર્યા અને સોનિયા ગાંધીએ તેમના સમાધી સ્થળ શાંતિવન જઈને પુષ્પાંજલિ અર્પિત કરીને શ્રદ્ધાંજલી આપી. સોનિયા ગાંધી સિવાય પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારી સહિત ઘણા ગણમાન્ય લોકોએ પણ નહેરુને શ્રદ્ધાંજલી આપી હતી. આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, આપણા પૂર્વ વડાપ્રધાનને તેમના જન્મ દિવસ પર શ્રદ્ધાંજલી.

તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જી, હામિદ અંસારી, મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ સવારે નહેરુ ચાચાના સમાધી સ્થળ શાંતિવન જઈને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધા-સુમન અર્પિત કર્યા હતા. આ સીવાય કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ, સાંસદો અને કાર્યકર્તાઓએ પણ નહેરુને શ્રદ્ધાંજલી આપી હતી.

પંડિત નહેરુનો જન્મ 14 નવેમ્બર 1989 ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. મોતીલાલ નહેરુ અને સ્વરુપ રાનીના પુત્ર જવાહરલાલ નહેરુ આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન હતા અને 1964 માં તેમનું નિધન થયું ત્યાં સુધી તેઓ આ પદ પર રહ્યા. જવાહરલાલ નહેરુને બાળકો ખૂબ પસંદ હતા એટલે તેમના જન્મ દિવસને ચિલ્ડ્રન્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.