સચિન પાયલટે કરી સ્પષ્ટતાઃ હું ભાજપમાં નહી જોડાઉ

જયપુરઃ રાજસ્થાનમાં ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ કમીટીના અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા બાદ સચિન પાયલટે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, હું ભાજપમાં જોડાઈ રહ્યો નથી. પાયલટે કહ્યું કે, તે હજી પણ કોંગ્રેસમાં જ છે અને તેમણે પોતાના ભવિષ્યને લઈને હજી કોઈ નિર્ણય કર્યો નથી. પાયલટે કહ્યું કે, રાજસ્થાનમાં કેટલાક નેતાઓ મારા ભાજપમાં જોડાવાની અટકળોને વેગ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ હું આમ કરી રહ્યો નથી. હું ભાજપમાં જોડાઈ રહ્યો નથી. મેં કોંગ્રેસને રાજસ્થાનમાં સત્તામાં પાછી લાવવા માટે ખૂબ મહેનત કરી હતી.

સચિન પાયલટે મંગળવારના રોજ પોતાની ટ્વીટર પ્રોફાઈલ પરથી ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ કમીટીના અધ્યક્ષનો ઉલ્લેખ હટાવી દીધો. જ્યારે તેમની પ્રોફાઈલમાં તેઓ ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા તેમજ કોંગ્રેસની લિંકનો પણ ઉલ્લેખ છે. કોંગ્રેસના હાઈકમાન્ડના નિર્ણય બાદ તેમણે ટ્વીટ કર્યું અને લખ્યું કે, સત્યને હેરાન કરી શકાય છે હરાવી શકાતું નથી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રાજસ્થાનની અશોક ગહેલોત સરકાર વિરુદ્ધ બગાવત કરનારા પાયલટને મંગળવારના રોજ ઉપમુખ્યમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. આ સાથે જ પાર્ટીએ કડક વલણ અપનાવતા પાયલટના પક્ષે ગયેલા સરકારના બે મંત્રીઓ વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ તેમના પદ પરથી તાત્કાલિક હટાવી દીધા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]