ઇંધણના ભાવ કાબૂમાં લેવા સરકારે વિચાર્યો ‘ફ્યૂચર’ પ્લાન,મંજૂરી આપી

નવી દિલ્હી– પેટ્રોલ ડીઝલના ધૂમાડે ગયેલા ભાવને કાબૂમાં લેવા મથતી સરકારે એક નવી યોજના પર કામ શરુ કર્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં લેવા માટે સરકારે પેટ્રોલ ડીઝલના વાયદાના વેપારને મંજૂરી આપી છે.

સતત ત્રણ અઠવાડિયાંથી ઇંધણના ભાલ ભડકે બળી રહ્યાં છે ત્યારે લાંબાગાળાના સમાધાનો માટે ઘણી ચર્ચાઓ સરકારે કરી લીધી છે. આ મુદ્દે આગળ વધતાં સોમવારે આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો, જેનાથી માનવામાં આવી રહ્યું છે કે ભાવ પર કાબૂ મેળવી શકાશે. પેટ્રોલીયમપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય કોમોડિટી એક્સચેન્જ-ICEX ને પેટ્રોલ અને ડીઝલના વાયદા કારોબાર- ફ્યૂચર લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે.

આ ખબરની પુષ્ટિ ICEX એમડી સંજીતપ્રસાદે કરતાં કહ્યું હતું કે અમને મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન મળી ગયું છે.જોકે સરકારની મંજૂરી બાદ ICEXએ ફ્યૂચર લોન્ચ કરવા માટે સેબીની લીલી ઝંડી મેળવવાની રહેશે.  જો તેની મંજૂરી મળી જશે તો એક્સચેન્જ એક જ દિવસમાં તેને લોન્ચ કરી દેશે.

ફ્યૂચર એટલે કે વાયદાનો વેપાર એક ફાઇનાન્શિયલ કોન્ટ્રેક્ટ હોય છે જેમાં ખરીદાર એસેટ ખરીદી શકે છે અછવા વેચાણકર્તા પૂર્વનિર્ધારિત ફ્યૂચર ડેટ અને કીમત પર તેને વેચી શકે છે.

પેટ્રોલ અને ડીઝલમાં ફ્યૂચર કોન્ટ્રેક્ટ લોન્ચ થતાં ગ્રાહક તેને ફિક્સ ભાવ પર ખરીદી શકે છે અને ફ્યૂચર ડેટમાં તેની ડિલીવરી લઇ શખે છે. એઠલે કે ગ્રાહક જે કીમતે પેટ્રોલ કે ડીઝલ ખરીદે છે તેની ડીલીવરી એક મહિના પછી પણ લે છે તો તેને એ જ કીમત પર ડીલીવરી મળશે જે ખરીદીના દિવસે હતી. ભલે પછી ડીલીવરીના દિવસે બજારમાં તેનો ભાવ ગમે તેટલો ઊંચો હોય!

આ રીતે પેટ્રોલ-ડીઝલની ફ્યૂચર ટ્રેડિંગના કારણે વૈશ્વિક કીમતોના ઊતારચડાવની અશર નહીં પડે તેમ સરકાર દ્વારા માનવામાં આવી રહ્યું છે. જણાવીએ કે  જૂન 2017થી ભારતની ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજેરોજ બદલાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]