આંધ્રપ્રદેશની સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં વેટ ઘટાડાયો

હૈદરાબાદઃ દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડૂએ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કીંમતમાં 2 રુપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે દિલ્હીમાં અત્યારે પેટ્રોલ 80.73 રુપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 72.83 રુપિયા પ્રતિ લીટરના ભાવ પર છે તો સાથે જ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે.

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડૂ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં મંગળવારથી પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં બે રુપિયાનો ઘટાડો કરવામાં આવશે. ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે આંધ્રપ્રદેશ સકરકાર પેટ્રોલ પર 36.42 ટકા અને ડીઝલ પર 29.12 ટકા ટેક્સ વસૂલે છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકાર દ્વારા પણ પેટ્રોલની કીંમતોમાં રાહત આપવામાં આવી છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ પેટ્રોલ અને ડીઝલ પર રાજ્ય દ્વારા વસૂલવામાં આવતા વેટને 4 ટકા જેટલો ઘટાડી દીધો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે રાજસ્થાન અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોએ પોતાના નાગરીકોને થોડીક રાહત આપી છે.