વ્યાજદરો ઘટે છે ને પેન્શનરોનું નુકસાન વધે છે….

નવી દિલ્હી- દેશમાં વ્યાજ દરમાં ઘટાડો સતત થઈ રહ્યો છે, જેને પગલે પેન્શરોને મોટો ઝાટકો વાગ્યો છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક અભ્યાસ મુજબ પેન્શરોને વ્યાજ દર ઘટીને આવતાં વાર્ષિક સરેરાશ રૂપિયા 5,845 કરોડનું નુકશાન થયું છે. તેમાં કહેવાયું છે કે દેશમાં અંદાજે 4 કરોડ પેન્શનર છે, જેમાં દરેકના ખાતામાં 3.34 લાખ રૂપિયાની એવરેજ ટર્મ ડિપોઝિટ છે.

વ્યાજ દર ઘટવાથી પ્રાઈવેટ ફાઈનલ કંઝમ્પશન એક્સપેન્ડિચર પર પડનારી અનુમાનિત અસર 0.3 ટકા છે. જે કંઝમ્પશન માપવાનું સાધન છે. પેન્શનરોને 2015માં 8.5 ટકાના દરના આધાર પર વ્યાજ વાર્ષિક 28,370 કરોડ રૂપિયા મળ્યું હતું. હાલમાં 6.75 ટકા વ્યાજ છે, જેથી આ રકમ ઘટીને 22,545 કરોડ થઈ ગઈ છે. તે ગણતરી કરતાં વાર્ષિક 5845 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાય છે.

હાલમાં ઘટતા વ્યાજ દરનો દોર ચાલી રહ્યો છે. રીઝર્વ બેંક ગ્રોથ વધારવા માટે સતત પાંચ વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. મોંઘવારી દર લાંબાગાળા સુધી નીચેના સ્તર પર રહ્યો છે. તેનાથી પેન્શરોને માસિક આવકમાં ઘટાડો થયો છે. રીઝર્વ બેંકે આ વર્ષના ફેબ્રુઆરી પછી વ્યાજ દર 1.35 ટકા ઘટાડીને 5.15 ટકા કર્યો છે. આ દરમિયાન મોટાભાગની બેંકોએ ડિપોઝીટના વ્યાજ દરમાં એક ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અભ્યાસે સીનિયર સિટિઝન સેવિગ્સ સ્કીમને પુરી રીતે ટેક્સ ફ્રી કરવાના વિચાર પર ટેકો આપ્યો છે. આ યોજના અનુસાર સીનિયર સિટિઝન 15 લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ કરી શકે છે. તેના પર હાલના વ્યાજ દર 8.6 ટકા છે, રીપોર્ટ અનુસાર એસસીએસએસમાં મળેલ વ્યાજની પૂરી રકમ ટેક્સેબલ છે, જે સીનિયર સિટિઝન માટે મોટા ઝાટકા સમાન છે.

એક લાખ રૂપિયાની ડિપોઝીટ પર પાંચ વર્ષમાં અંદાજે 51 હજાર રૂપિયા મળે છે. તેના પર ટેક્સ આપવો પડે છે. એસબીઆઈમાં ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝરના કહેવા મુજબ દેશમાં ઓછામાં ઓછા 4 કરોડ વરિષ્ઠ નાગરિકોના ખાતામાં ડિપોઝીટની સરેરાશ રકમ 3.34 લાખ રૂપિયા હોઈ શકે છે. આ ઘટતા વ્યાજ દરના દોરમાં શું ડિપોઝીટર્સ અને બોરોએર્સ, બન્નેના હિતોની સાથે એકસાથ જેવો વ્યવહાર વાજબી છે.