ભાજપના સાંસદો સાવધાન! ગૃહમાં ઓછી હાજરીથી ‘બોસ’ ખફા છે…

નવી દિલ્હીઃ સંસદના શીતકાલીન સત્રનો આજે 12મો દિવસ છે. આ દરમિયાન રાજનાથ સિંહે સાંસદોને મંત્ર આપતા કહ્યું કે ભાજપાના સંસદીય દળની બેઠકમાં પાર્ટીની રણનીતિને લઈને ચર્ચા થઈ. રાજનાથ સિંહે કહ્યું કે ભાજપાને સંસદમાં આક્રામક વલણ આપનાવવું પડશે પરંતુ એ સ્તર પર નહી જેટલું કોંગ્રેસ જતી હોય છે.  

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપા સંસદીય દળની બેઠક દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે વડાપ્રધાન મોદી સંસદમાં સાંસદોની ઓછી ઉપસ્થિતીથી સંતુષ્ટ નથી. રાજનાથ સિંહે સાંસદોને સલાહ આપી કે વિધેયક રજૂ કરવામાં આવ્યા દરમિયાન તેઓ સદનમાં જરુર ઉપસ્થિત રહે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]