ટાટા નેનો કાર બંધ થશે? જૂનમાં માત્ર એક જ કારનું ઉત્પાદન થયું હતું

મુંબઈ – ટાટા મોટર્સ કંપનીએ ગયા મહિને તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં તેની ટચૂકડી માત્ર એક જ નેનો કારનું ઉત્પાદન કર્યું હતું. જ્યારે 2017માં એણે 275 કાર બનાવી હતી.

વધુમાં, ટાટા મોટર્સે ગયા મહિને માત્ર 3 જ નેનો કાર વેચી હતી જ્યારે એકેયની નિકાસ કરી નહોતી.

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ 2016માં એવો દાવો કર્યો હતો કે ટાટા મોટર્સે કોઈ ભાવનાત્મક કારણોસર કાર બનાવવાનું બંધ કર્યું નથી.

આ એન્ટ્રી-લેવલ કાર મૂળ રતન ટાટાનો આઈડિયા છે. એમણે ટુ-વ્હીલર પર સફર કરતા પરિવારો માટે નેનોનાં રૂપમાં એક સુરક્ષિત અને પૈસાથી પરવડી શકે એવો કારનો વિકલ્પ આપ્યો છે.

જોકે સ્થાનિક બજારમાં કંપનીએ ગયા મહિને માત્ર ત્રણ જ કાર વેચી હતી.

કંપનીના પ્રવક્તાએ સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું છે કે અમે વાતથી વાકેફ છીએ કે નેનોને તેની હાલની સ્થિતિમાં 2019ના વર્ષથી આગળ ચાલુ રાખવાનું શક્ય નથી, એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવા મૂડીરોકાણની જરૂર છે. આ સંદર્ભમાં હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]