શાંતિપૂર્ણ વિરોધ કરવા પ્રદર્શનકારીઓને નુસરત જહાંની અપીલ

નવી દિલ્હી: દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ થઈ રહ્યો છે. અભિનેત્રીમાંથી લોકસભા સાંસદ બનનારી નુસરત જહાં પણ આ કાયદાનો વિરોધ કરી રહી છે. દિલ્હીની જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિરોધ પ્રદર્શન પર પોલીસની કાર્યવાહીનો દેશભરમાં લોકો વિરોધ કરી રહ્યા છે. મહત્વનું છે કે, નાગરિકતા સંશોધન કાયદાનો બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ વિરોધ કરી રહ્યા છે. મમતા બેનર્જીએ શહેરની વચ્ચો વચ્ચ સ્થિત રેડ રોડથી વિરોધ માર્ચ શરુ કર્યું. આ દરમ્યાન તેમની સાથે સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં પણ જોડાઈ હતી.

 

હવે નુસરત જહાંએ નાગરિકતા સંશોધન કાયદો અને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવાને લઈને એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. નુસરતે તેમના ટ્વીટર હેન્ડલથી લખ્યું કે, લોકસભામાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં મત આપ્યા બાદ મે CAA અને NRC વિરુદ્ધ પોતાના નેતા સાથે રસ્તા પર શાંતિપૂર્ણ વિરોધમાં હિસ્સો લીધો. હું શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરું છું.

નુસરત જહાંનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. મહત્વનું છે કે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ આ પ્રદર્શન ઉત્તર કોલકાત્તામાં નોબેલ પુરસ્કારથી સમ્માનિત પ્રખ્યાત રચનાકાર રબિન્દ્રનાથ ટાગોરના આવાસથી લઈને જોરાસાંકો ઠાકુર વાડી સુખી કાઢ્યું હતું. તો દિલ્હીના સીલમપુર વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ જોરદાર પ્રદર્શન થયું. ભીડે સીલમપુર ટી પોઈન્ટથી જાફરાબાદ ટી પોઈન્ટ વચ્ચે પથ્થરમારો કર્યો. પ્રદર્શનકારીઓએ આ દરમ્યાન પોલીસ ચોકીને પણ આગ ચાંપી. અને બસોમાં તોડફોડ પણ કરી. આ ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.