અભિજીત બેનર્જી પર રાષ્ટ્રને ગર્વઃ નરેન્દ્ર મોદીએ મુલાકાત પછી ટ્વીટ કર્યું

નવી દિલ્હીઃ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું. તેમણે પોતાના અધિકારિક ટ્વીટર અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તેમની સાથે વિસ્તારથી ઘણા વિષયો પર વાત થઈ. ટ્વીટર પર વડાપ્રધાન મોદીએ લખ્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી સાથે શાનદાર બેઠક થઈ. માનવ સશક્તિકરણ પ્રત્યે તેમનું જુનૂન સ્પષ્ટ દેખાય છે. અમે વિભિન્ન વિષયો પર એક સ્વસ્થ અને વ્યાપક વાતચિત કરી. ભારતને તેમની ઉપ્લબ્ધીઓ પર ગર્વ છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ.

થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે અભિજીત બેનર્જીને લઈને કહ્યું હતું કે તેમનું વલણ પૂર્ણ રીતે વામપંથ તરફ છે. જેના પર બેનર્જીએ મીડિયાને કહ્યું કે વાણિજ્ય મંત્રીએ મારા પ્રોફેશનલિઝમ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. ગોયલે મીડિયાને કહ્યું કે હું અભિજીત બેનર્જીને નોબેલ પુરસ્કાર જીતવા માટે શુભકામનાઓ આપું છું. આપ સહુ જાણો છો કે તેમની વિચારધારા પૂર્ણ રીતે વામ તરફ વળેલી છે. ભાજપના નેતાએ કહ્યું કે બેનર્જીએ કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત ન્યાય યોજનાનું સમર્થન કર્યું અને ભારતની જનતાએ તેમના વિચારને નકારી દીધો.

અભિજીત બેનર્જીએ કોંગ્રેસ પાર્ટીની ન્યાય યોજના તૈયાર કરવામાં કોંગ્રેસને મદદ કરી જે અંતર્ગત સૌથી વધારે ગરીબ 20 ટકા પરિવારોને વર્ષમાં 72000 રુપિયાની સહાયતા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ન્યાય યોજનાને પ્રમુખતા આપવામાં આવી હતી. જો કે ચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો.

અભિજીતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટીની જેમ ભાજપે મને પૂછ્યું હોત કે કોઈ યોજના અંતર્ગત એક વિશેષ આવક વર્ગના લોકોની કેટલી સંખ્યા છે? તો શું હું તેમના સત્ય ન જણાવત? ચોક્કસપણે તેમને પણ હું સાચી માહિતી આપત. જો પ્રોફેશનલ હોવાની વાત કરવામાં આવે તો હું દરેક સાથે પ્રોફેશનલ થવા માંગુ છું. મારી વિચારધારા પક્ષપાતી નથી.

અભિજીત બેનર્જીએ કહ્યું હતું કે અમે ઘણી રાજ્ય સરકારો સાથે કામ કરીએ છીએ. તેમાંથી ઘણી ભાજપની સરકારો પણ છે. અમે ગુજરાત પ્રદૂષણ બોર્ડ સાથે પણ કામ કર્યું, જ્યારે નરેન્દ્ર મોદી ત્યાંના મુખ્યમંત્રી હતા અને ખરેખર તે એક સારો અનુભવ હતો. બેનર્જીએ એપણ કહ્યું કે હું કહીશ કે તેઓ પૂરાવાઓ સાથે જોડાવા માટે ઈચ્છુ હતા અને તેમણે અનુભવના આધારે નીતિઓને લાગૂ પણ કરી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]