‘કોરોના મટાડવાનો ડોક્ટરો દાવો કરી ન શકે’

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે ઠેરવ્યું છે કે આખી દુનિયા હાલ કોવિડ-19 (કોરોના વાઈરસ) રોગચાળાને રોકવા માટેની રસી બનાવવામાં વ્યસ્ત છે ત્યારે ઔષધ-ચિકિત્સાની કોઈ પણ શાખાના કોઈ પણ તબીબી પ્રેક્ટિશનર (ડોક્ટર) એવો દાવો કરી ન શકે કે તેઓ કોવિડ-19 મટાડી શકે છે.

ન્યાયમૂર્તિઓ અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની બનેલી બેન્ચે જણાવ્યું કે કાનૂની નિયમનો જ જાહેરખબરો પર પ્રતિબંધ મૂકે છે ત્યારે હોમિયોપેથી કે અન્ય કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનરો એવો દાવો કરી ન શકે કે તેઓ કોવિડ-19 રોગને મટાડવા સક્ષમ છે.