મોદી 2.0માં ગડકરીનો નવો ટાર્ગેટ, આ જ વર્ષે બનાવશે 12 હજાર કિમી.નો હાઈવે…

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ મંગળવારના રોજ એકવાર ફરીથી રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. મુખ્યત્વે મોટા ટાર્ગેટ સેટ કરનારા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પોતાના માટે એક નવું લક્ષ્ય રાખ્યું છે. મંત્રાલય સંભાળતા જ તેમણે કહ્યું કે આ નાણાકીય વર્ષમાં તેઓ આશરે 12,000 કિમી.નો રાષ્ટ્રીય માર્ગ બનાવશે.

ગડકરીએનું લક્ષ્ય છે કે તેમનું મંત્રાલય એક દિવસમાં 40 કિલોમીટરના રોડનું નિર્માણ કરે. તેમના અનુસાર અત્યાર સુધી તેમણે 30 કિલોમીટરથી વધારેનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે. પરંતુ નેક્સ્ટ ટાર્ગેટ 40 કિલોમીટર પ્રતિ દિવસનું છે. આપને જણાવી દઈએ કે નીતિન ગડકરી મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ આ જ મંત્રાલયના ઈન્ચાર્જ હતા. આ સીવાય તેમને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી પણ મળી છે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય આ વર્ષે દેશમાં વધારેમાં વધારે રોજગાર પેદા કરવાનું હશે.  ગડકરીને સુસ્ત પડેલી રોજ પરિયોજનાઓને પુનર્જીવિત કરવા અને રાજમાર્ગ વિકાસના કામને તેજીથી ટ્રેક પર લાવવાનું શ્રેય આપવામાં આવે છે. જ્યાં રોડ નિર્માણની ગતી ચાલું છે. તેમને હવે વધારે રોજગાર અને પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે નિર્માણને વધારે આગળ વધારવું પડશે.

પોતાના ગત કાર્યકાળમાં ગડકરીને એચએએમ પર નવી પરિયોજનાઓને વેગ આપવાનું અને ઘણા મોરચા પર કામ કરનારા એક સ્ટાર પર્ફોર્મર માનવામાં આવ્યા. આ કાર્યકાળ માટે નીતિન ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ માન્યો છે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટથી રાજસ્થાન, હરિયાણા અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોમાં સમૃદ્ધિ આવશે.

1300 કિલોમીટરના આ એક્સપ્રેસ વે પર આશરે 2000 પેટ્રોલ પંપ લાગશે. જેનાથી પેટ્રોલિયમ સેક્ટરમાં બૂસ્ટ અને રોજગાર મળવાની પણ સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે ભાજપાએ આ વર્ષે પોતાના મેનિફેસ્ટોમાં આવતા પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રુપિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે 60 હજાર કિલોમીટર નેશનલ હાઈવે બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.