મહારાષ્ટ્ર: સ્ટેજ પર બેહોશ થયાં નીતિન ગડકરી, હોસ્પિટલ લઈ જવાયા

અહમદનગર- મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સ્ટેજ પર જ બેહોશ થઈ ગયા હતાં. ગડકરી બેહોશ થતાં સ્ટેજ પર હાજર રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવે તેમને પકડી લીધા હતાં. હાલ ગડકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, અને ડોકટરની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે નીતિન ગડકરી મહાત્મા ફુલે કૃષી વિદ્યાપીઠમાં અન્ય મહેમાનોની સાથે રાષ્ટ્રગીત ગાવામાં ઉભા થયાં હતાં. આ દરમિયાન ગડકરીએ બેચેની અનુભવી હતી, અને ત્યારબાદ તેને સંતુલન ગુમાવ્યું અને સ્ટેજ પર જ બેહોશ થઈ ગયા હતાં. ડોક્ટરોનું કહેવું છે કે, તેમની હાલત સ્થિર છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગડકરી હેલિકોપ્ટર દ્વારા શિરડી પહોંચ્યા હતાં, ત્યારબાદ તેને કૃષી વિદ્યાપીઠ ખાતે પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે અંદાજે અડધો કલાક સુધી ભાષણ આપ્યું હતું.

httpss://youtu.be/kEZrauT8EJM