આગરા-લખનઉ એક્સપ્રેસ વે ઉપર બસે 9 વિદ્યાર્થીઓને કચડ્યાં, 6ના મોત

લખનઉ- ઉત્તરપ્રદેશના આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર આજે સવારે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. શિક્ષકો સાથે હરિદ્વાર જઈ રહેલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટની બસે અડફેટે લીધા હતા. જેમાં 6ના મોત થયા હતાં. મૃતકોમાં સ્કુલના એક શિક્ષકનો પણ સમાવેશ થાય છે. આ બધા લોકો એક્સપ્રેસ હાઈવેની સાઈડમાં ઊભા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતી બસે તેમને કચડી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ આ બધા સંત કબીર નગરના રહેવાસી છે.અકસ્માત બાદ રાજ્ય સરકારે ભોગ બનેલાઓ માટે સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રુપિયાની આર્થિક સહાય અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રુપિયાની સહાય જાહેર કરી છે. આ અકસ્માત અંગે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 6 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકના મૃત્યુ પર શોકની લાગણી વ્યક્ત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]