દિલ્હી અગ્નિકાંડઃ કેવી રીતે ઝેરીલા ધૂમાડાથી લોકોએ ગુમાવ્યા જીવ?

નવી દિલ્હીઃ દિલ્હી વાળા લોકોની ગઈકાલની રવિવારની સવાર ઝાંસીની રાણી રોડ પર આવેલા અનાજ મંડી વિસ્તારમાં લાગેલી આગ સાથે થઈ. સમય જતા લોકોની ચીસો સાથે મોતની સંખ્યામાં પણ વધારો થતો ગયો. સાંજે અંધારુ થયું ત્યાં સુધી તો આ આગે 43 લોકોને ભરખી લીધા. ઘટના સ્થળ પર રાજનીતિ પણ શરુ થઈ ગઈ હતી. ત્યારે હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે રહેણાંક વિસ્તારમાં કેવી રીતે આ ફેક્ટરી ચાલી રહી હતી. આ ફેક્ટરીને લાઈસન્સ કોણે આપ્યું. ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના ઉપાયો કેમ નહોતા?  પરંતુ આ વિસ્તારમાં માત્ર આ જ ફેક્ટરી નથી ચાલી રહી પરંતુ આના જેવી અનેક ફેક્ટરીઓ અહીંયા ચાલી રહી છે. આ ફેક્ટરીઓ ભાજપા અને કોંગ્રેસની સરકારમાં પણ ચાલી રહી હતી.  

આટલી બધી વસતી ધરાવતા વિસ્તારમાં વીજળીના તારની જાળ વર્ષોથી બિછાયેલી પડી છે. પરંતુ આનો અર્થ એ નથી કે તેમને સરખા ન કરી શકાય. અહીંયા રહેનારા લોકો જાણે છે કે ફાયર બ્રિગેડને અહીંયા પહોંચવામાં કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે આવા વિસ્તારમાં સમય અનુસાર ફાયર બ્રિગેડ પહોંચી શકતી નથી. આનું કારણ એ છે કે અહીંયાની સાંકળી ગલીઓ અને તેમાં પણ લોકો દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલો કબજો સૌથી મોટી સમસ્યા હોય છે. આ વખતે પણ કારણ એ જ હતું. આ ઘટનામાં જેટલા લોકો માર્યા ગયા તેમાં સૌથી વધારે 28 લોકો બિહારથી છે. આ લોકો અહીંયા રોજગારી મેળવવા માટે અહીંયા આવ્યા હતા. દુર્ઘટના દરમિયાન આગમાં ફસાયેલા લોકોએ પોતાના પરિવારને ફોન કરવાનો પણ શરુ કરી દીધો હતો.

જે ફેક્ટરીમાં આ ઘટના ઘટી તેના એક દિવસ પહેલા જ અહીંયા એક અન્ય ફેક્ટરીમાં પણ આગ લાગી હતી. અહીંયાનો રસ્તો એકદમ સાંકળો હતો. જે બિલ્ડિંગમાં આ ઘટના ઘટી તે પાંચ માળની બિલ્ડીંગ હતી. અહીંયા પર બાળકોની બેગ બનાવવાનું કામ થતું હતું. કામ કરનારા મોટાભાગના લોકો આ જ બિલ્ડીંગમાં રહેતા હતા. જે સમયે સવારે આ દુર્ઘટના ઘટી તે સમયે મોટાભાગના મજૂરો સુઈ ગયા હતા. અચાનક આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું. બાજુના એક 11 વર્ષના બાળકે આગ જોઈ તો બૂમા-બૂમ કરીને લોકોને જાણ કરી. તરત જ બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને બચાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવી. આ કવાયતમાં કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા તો કેટલાક લોકોને ન બચાવી શકાયાના કારણે તેમના જીવ પણ ગયા. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પણ પોતાના જીવના જોખમે ઘણા લોકોને બચાવ્યા. આમાંથી એક રાજેશ શુક્લા પણ હતા. રાજેશ શુક્લાએ 11 લોકોના જીવ બચાવ્યા. આ દરમિયાન તેઓ પણ ઈજાગ્રસ્ત થયા. દિલ્હીના મંત્રીઓ સહિત અન્ય લોકોએ પણ રાજેશ શુક્લાના ખૂબ વખાણ કર્યા.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભૂતકાળમાં જ્યારે ઉપહાર અગ્નિ કાંડ થયો હતો તે સમયે ત્યાં રોડ પણ પહોળા હતા. 9 ફેબ્રુઆરી 2017 ના રોજ થયેલી આ દુર્ઘટનામાં 59 લોકોના જીવ ગયા હતા. અહીંયા બેઝમેન્ટમાં મૂકવામાં આવેલું ટ્રાંસફોર્મર ફાટવાથી આગ લાગી હતી. અહીંયા ઘણા લોકોએ ગૂંગળામણના કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ છે કે ગૂંગળામણના કારણે કેવી રીતે માણસો જીવ ગુમાવે છે?

આના કારણો પર નજર કરીએ તો, હકીકતમાં શરીરમાં આગ લાગવાથી ઘણા અંગ તેની ઝપેટમાં આવી જાય છે. ત્યારે આવામાં શરીરનો મોટો ભાગ સળગી જાય તો મૃત્યુ થવાની શક્યતાઓ રહેલી છે. આને એવી રીતે પણ સમજી શકાય કે આગ લાગવાની સ્થિતીમાં આપણી આસપાસ તાપમાન તેજ ગતીથી વધી જાય છે. મનુષ્યની સહન શક્તિથી પણ વધારે થવાના કારણે શરીરની કોશિકાઓને તે બાળવાનું શરુ કરી દે છે. આના કારણે ચામડીની અંદરના અંગો પણ બળવા લાગે છે. શરીરના સંવેદનશીલ અંગો બળી જવાથી મૃત્યુની આશંકા પણ વધી જાય છે. જો કે એ વાત પણ જાણવી જરુરી છે કે આગ ઓક્સિજનની ઉપસ્થિતીમાં જ પોતાનું જોર પકડે છે અને આના વધવાની સાથે-સાથે તેની જગ્યા પર ઓક્સીજનની માત્રા ઓછી થવા લાગે છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે એક માણ શ્વાસ લેવા દરમિયાન 21 ટકા ઓક્સિજન, 78 ટકા નાઈટ્રોજન અને બાકી એક ટકા અન્ય ગેસ ગ્રહણ કરે છે. પરંતુ જો આ જ ઓક્સિજનની માત્ર 6 ટકા થઈ જાય તો તેનું મૃત્યુ નક્કી છે.

ગૂંગળામણથી તરત જ મોત નથી થતું

ગૂંગળામણથી થનારા મૃત્યુનો અર્થ એનથી કે માણસના શરીરમાં ધુમાડો જવાથી તેનું મોત થાય. આના કેટલાક અન્ય કારણો પણ હોઈ શકે છે. ત્યારે આવામાં તુરંત જ મૃત્યુ થઈ જાય એપણ જરુરી નથી. આને સમજવાનો પ્રયત્ન કરીએ તો, એક સામાન્ય માણસ જ્યારે શ્વાસ લે છે તો આ દરમિયાન તે શરીરમાં ઓક્સિજન લઈને શરીરની અંદર ઉપસ્થિત કાર્બન ડાયોક્સાઈડ વાયુ બહાર કાઢે છે. આ પ્રક્રિયામાં નાઈટ્રોજન પણ શરીરની અંદર જાય છે. પરંતુ શ્વાસ છોડવાની સાથે તે તુરંત બહાર આવી જાય છે. શરીરમાં જનારો શ્વાસ રક્તમાં ઉપસ્થિત હીમોગ્લોબિન સાથે મળીને શરીરના બીજા ભાગમાં પહોંચે છે.