શરદ પવારને રાષ્ટ્રપતિ પદની ઓફર વચ્ચે આજે વડાપ્રધાન સાથે મુલાકાત…

નવી દિલ્હીઃ શરદ પવાર આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી અને શરદ પવારની મુલાકાત સંસદ ભવનમાં થશે. જણાવવામાં આવી રહ્યું છે કે ખેડુતોના મુદ્દાઓને લઈને બંન્નેની મુલાકાત થશે.  

પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રમાં શિવસેનાને સત્તાની દોડમાંથી બહાર કરવાના પ્રયત્નો કરી રહેલી ભાજપ શરદ પવાર સાથે સતત સંપર્કમાં છે અને સુત્રો અનુસાર પવાર માટે રાષ્ટ્રપતિ પદની પ્રસ્તાવના આપવામાં આવી છે પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખે અત્યારે ભાજપ સાથે કોઈપણ મેળાપની શક્યતાઓને ફગાવી દીધી છે.

આ વચ્ચે શિવસેનાનું કહેવું છે કે એનસીપી અને કોંગ્રેસનું સાથે મળીને સરકાર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, તમે શરદ પવાર અને અમારા ગઠબંધન મામલે ચિંતા ન કરશે. જલ્દી જ શિવસેનાની આગેવાની વાળી ગઠબંધન સરકાર મહારાષ્ટ્રમાં સત્તા પર હશે. આ એક સ્થીર સરકાર હશે.

સુત્રો પાસેથી મળી રહેલી વિગતો અનુસાર, આવતા સપ્તાહ સુધીમાં સરકારનું ગઠન થઈ શકે છે. તો શિવસેનાનું કહેવું છે કે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકારના ગઠન પર વાતચીત કરી રહ્યા છે. આ વચ્ચે શિવસેનાના સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર ભાજપ જો 50-50 ફોર્મ્યુલા પર તૈયાર છે તો પાર્ટી ભાજપ સાથે પોતાના ગઠબંધન મામલે ફરીથી વિચાર કરવામાં ખુશ હશે.