નવાઝ શરીફની કબુલાતઃ મુંબઈ હૂમલામાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ

ઈસ્લામાબાદ– પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મુંબઈના આતંકી હૂમલાને લઈને ખુબ મોટી કબુલાત કરી છે. તેમણે કહ્યું છે કે અપ્રત્યક્ષરૂપથી પાકિસ્તાન સરકારની મદદથી આતંકવાદીઓ સરહદ પાર કરી ભારત પહોંચી રહ્યા હતા. નવાઝ શરીફને પુછવામાં આવ્યું કે શું પાકિસ્તાન સરકારે જ આતંકવાદીઓને સરહદ પાર કરાવીને મુંબઈમાં હૂમલા કરવાની પરવાનગી આપી હતી. આ સવાલના જવાબમાં નવાઝ શરીફે કહ્યું હતું કે અપ્રત્યક્ષરૂપથી પાકિસ્તાન સરકારની તેમાં ભુમિકા હતી.અત્યાર સુધી પાકિસ્તાન કહેતું હતું કે મુંબઈ આતંકી હૂમલાનો નોન સ્ટેટ એક્ટર્સે અંજામ આપ્યો હતો. પણ તેમની સરકારની કોઈ ભુમિકા નથી. નવાઝ શરીફે કબુલ કર્યા પછી હવે પાકિસ્તાન ફરીથી દુનિયાની સામે બેનકાબ થઈ ગયું છે.

પાકિસ્તાનમાં ભષ્ટ્રાચારના આરોપનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે જો દેશમાં બે અથવા ત્રણ સમાંતર સરકાર હોય તો દેશ ને ચલાવી શકાય નહી. તેને રોકવાની જરૂર છે. દેશમાં ફક્ત એક જ સરકાર હોવી જોઈએ. જે બંધારણની પ્રક્રિયાથી ચૂંટાયેલી હોવી જોઈએ. તેમણે આગળ કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય છે. શુ આપણે તેને સરહદ પાર કરીને અન મુંબઈમાં 150 લોકોને હત્યા કરવાની પરવાનગી આપવી જોઈએ? મને કહો…?

પાકિસ્તાનના રાવલપિંડી એન્ટી ટેરરિસ્ટ કોર્ટમાં મુંબઈ હૂમલાની સુનાવણી બંધ કરવાની વાત કરતાં નવાઝ શરીફે કહ્યું કે અમે મુંબઈ હુમલાના મામલાની સુનાવણી કેમ પુરી ન કરી? પાકિસ્તાન સતત એ વાતનો ઈન્કાર કરતું રહ્યું છે કે વર્ષ 2008માં મુંબઈ હૂમલામાં તેમની કોઈ ભૂમિકા છે.

પાકિસ્તાન અખબાર ડૉનને આપેલ એક મુલાકાતમાં નવાઝ શરીફે સ્પષ્ટપણ કહ્યું છે કે પાકિસ્તાનમાં આતંકીઓ સક્રિય છે અને આશરો લે છે. તેની પહેલા ભારત ઘણા સમયથી આ વાત કહેતું આવ્યું છે કે પાકિસ્તાન આતંકીઓને આશરો આપી રહ્યું છે. પણ આ વાતનો સતત ઈન્કાર કરતા આવ્યા છે, પણ હવે પાકિસ્તાનની પોલ તેમના જ પૂર્વ વડાપ્રધાને ખોલી નાંખી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]