સ્વદેશી ફાઈટર જેટ તેજસ નેવીમાં સામેલ થવા તૈયાર

નવી દિલ્હીઃ સ્વદેશી લડાકૂ વિમાન તેજસની નેવી માટે તૈયાર કરવામાં આવેલી એડિશન દેશનું પ્રથમ એવું વિમાન બની ગયું છે, કે જેણે સફળતાપૂર્વક એરેસ્ટ લેન્ડિંગ કર્યું છે. નેવીમાં શામિલ કરવામાં આવવાની દિશામાં આ મોટી સફળતા માનવામાં આવી રહી છે. ઘણી ભૂમિકાઓ નિભાવવામાં સક્ષમ આ લડાકૂ વિમાને ટેસ્ટ ફેસેલિટીમાં લેન્ડ કરતા સમયે ઝટકાથી રોકાવા માટે પોતાના ફ્યૂઝલેસ સાથે બંધાયેલા હુકની મદદથી એક તારને પકડ્યો.

કોઈપણ વિમાન માટે વિમાનવાહક પોત પર ઉતરવા માટે ઓછા અંતરમાં પૂરી રીતે રોકાઈ જવામાં સક્ષમ હોવું, તે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. ગોવામાં સમુદ્રી તટ પર સ્થિત ટેસ્ટ ફેસેલિટીમાં કરવામાં આવેલા પરિક્ષણ તેજ પરિસ્થિતીઓમાં કરવામાં આવ્યું કે જે કોઈ વિમાનવાહક પોત પર રહે છે, અને જ્યાં વિમાનોને ઉતરવા માટે ડેક પર બંધાયેલા તારને પકડવો પડે છે. આ પ્રક્રિયાને એરેસ્ટ લેન્ડિંગ કહેવામાં આવે છે.

અત્યારસુધી થોડા જ લડાકૂ વિમાનો અરેસ્ટ લેન્ડિંગ કરી શકે છે, જેને અમેરિકા, રશિયા, યૂનાઈટેડ કિંગડમ, ફ્રાંસ અને તાજેતરમાં ચાઈનાએ વિકસિત કર્યા છે. ગોવાના સમુદ્રતટ પર બનેલી ટેસ્ટ ફેસિલિટીમાં આ પરિક્ષણનું વારંવાર સફળ થવું તે જ સાબિત કરશે કે LCA-N સૌથી મહત્વપૂર્ણ ડિઝાઈન ફીચર કોઈપણ વિમાનવાહક પોતના ડેક પર અરેસ્ટેડ લેન્ડિંગના જવાબને આ વિમાન સહન કરી શકે અને બીલકુલ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. જ્યારે સમુદ્ર તટ પર થનારા આ પરીક્ષણ સફળ થઈ જશે, ત્યારે જ LCA-N ના પ્રોટોટાઈપના વિકાસ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહેલી નેવીના પાયલટ આગલું પગલું ભરી શકશે. એટલે કે ભારતના એકમાત્ર ઓપરેશનલ વિમાનવાહક પોત INS વિક્રમાદિત્ય પર વાસ્તવમાં આને લેન્ડ કરાવી શકાશે.

LCA-N વિકાસ ટીમ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ સભ્યોએ મીડિયા સાથે વાતચિતમાં જણાવ્યું કે તેમણે મે-જૂન દરમિયાન ગોવા ટેસ્ટ ફેસિલિટીમાં 60 વાર ટેકઓફ કર્યું છે. વિમાનને INS વિક્રમાદિત્યના ડેક પર પહોંચાડવા માટે LCA-N ના એન્જિનિયરો અને પાયલટોને આ વાત પ્રત્યે આશ્વસ્ત થવું પડશે કે વિમાન 7.5 મીટર પ્રતિ સેકન્ડના સિંક રેટથી ક્ષતિગ્રસ્ત થયા વગર પોત પર પહોંચી શકે છે.

પ્રોજેક્ટ સાથે જોડાયેલા એન્જિનિયરો તેમજ પાયલટોને ભરોસો છે કે તે લેન્ડિંગ સર્ટિફિકેશનના લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી એક ચિંતા છે કે જે LCA-N ના વિકાસ કાર્યક્રમ પર અસર પાડી શકે છે. INS વિક્રમાદિત્ય પર વિમાન લેન્ડ કરતા જ તેની સ્પિડ ઘટાડી દેનારી મિકેનિકલ સિસ્ટમ, એટે કે અરેસ્ટર ગિયર, તે અરેસ્ટર ગિયરથી ડિઝાઈનની દ્રષ્ટીએ ખૂબ અલગ છે કે જે ગોવાની ટેસ્ટ ફેસિલિટીમાં લાગેલું છે. LCA-N પ્રોજેક્ટ ટીમના સભ્યો આશા રાખી રહ્યા છે કે આ અંતરથી પ્રોજેક્ટ પર કોઈ અસર નહી પડે, પરંતુ આશ્વસ્ત ત્યારે જ થઈ શકશે કે જ્યારે હકીકતમાં પોત પર લેન્ડિંગ કરી લેવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]