નૌકાદળમાં જવાનો માટે સ્માર્ટફોન પર પ્રતિબંધઃ હનીટ્રેપનો ભય?

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળમાં હવે કોઈપણ જવાન પોતાની ડ્યૂટી દરમિયાન વધારે સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ નહી કરી શકે. સાથે જ તેમના માટે ફેસબુક પર પણ બેન લગાવી દેવામાં આવ્યું છે. હકીકતમાં ગત દિવસોમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો. આને ધ્યાનમાં રાખતા આ પગલું લેવામાં આવ્યું હોય તેવી શક્યતા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જવાનો પોતાની ડ્યૂટી દરમિયાન સ્માર્ટ ફોન નહી વાપરી શકે.

ગત દિવસોમાં 7 નેવી કર્મચારીઓ પકડાયા હતા. આ લોકો સીક્રેટ જાણકારી પાકિસ્તાનની સીક્રેટ એજન્સીને લીક કરી રહ્યા હતા. આ લોકો પાસેથી સોશિયલ મીડિયા દ્વારા હનીટ્રેપમાં ફસાવીને કરાવવામાં આવી રહ્યું હતું. ઓર્ડર અવુસાર, નેવી વાળા લોકો માટે મેસેજિંગ એપ, નેટવર્કિંગ સાઈટ, બ્લોલિંગ સાઈટ, કન્ટેન્ટ શેરિંગ, હોસ્ટિંગ, ઈ કોમર્સ સાઈટ પર બેન લગાવવાનું એલાન છે.

નેવી અધિકારીએ જણાવ્યું કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને તેના જેવા અન્ય મેસેન્જર્સ પર રોક છે. તેમણે કહ્યું કે ટૂંકમાં એવું હકી શકાય છે કે સ્માર્ટ ફોન પર બેન લગાવી દેવામાં આવ્યો છે.

નેવીએ જણાવ્યું કે આવું સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. નેવી અધિકારીએ કહ્યું કે, તેઓ માને છે કે આનાથી મુશ્કેલીઓ આવશે પરંતુ આ દેશહિતમાં છે. તેમણે જણાવ્યું કે આવું પહેલા પણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગત મહિને આંધ્ર પ્રદેશ પોલીસે એક જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા ચલાવવામાં આવી રહી હતી. આમાં મુંબઈ, વિશાખાપટ્ટનમથી 7 નેવી કર્મચારીઓને પકડવામાં આવ્યા હતા.