મોદી સરકારથી નાખુશ થઈને NSC ચેરમેન, સદસ્યએ આપ્યું રાજીનામું…

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સેમ્પલ સર્વે સંગઠનના વર્ષ 2017-18ના રોજગાર અને બેરોજગારી પર પહેલા વાર્ષિક સર્વેનો રોકવાનો વિરોધ કરતા રાષ્ટ્રીય સાંખ્યિક આયોગના કાર્યવાહક ચેરપર્સને રાજીનામું આપી દીધું છે. તેમના એક સહયોગીએ પણ પદ છોડી દીધું છે. સાંખ્યિકીવિદ પીસી મોહનન અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રોફેસર જે વી મીનાક્ષીને જૂન 2017માં NSC ના સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા હતા. બંન્નેને ત્રણ વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો હતો. વર્તમાનમાં NSC માં તેના પદેન સદસ્ય, નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત જ કમાન સંભાળી રહ્યા છે.

NSSO ના જે રિપોર્ટમાં મોડુ થવાને લઈને બંન્નેએ રાજીનામુ આપ્યું તે આ સરકારમાં આવનારો આ પ્રકારનો પ્રથમ રિપોર્ટ છે. માનવામાં આવી રહ્યું છે કે આમાં નોટબંધી બાદ ઓછી થયેલી નોકરીઓ મામલે આંકડા સામે આવશે. NSC 2006માં બનેલી એક સ્વાયત્ત સંસ્થા છે. આનું નામ જેશની સાંખ્યિકીય પ્રણાલીની સમીક્ષા કરવાનું છે. ત્રણ વર્ષ પહેલા જીડીપી આધારિત ડેટાના અંતિમ રુપને લઈને નીતિ આયોગે NSC ને કિનારે કરી દીધું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર સામાન્ય પરિપાટી એ છે કે NSSO પોતાના નિષ્કર્ષોને આયોગ સામે રાખે છે અને એકવાર અનુમોદિત કરવામાં આવ્યા બાદ રિપોર્ટ આગલા કેટલાક દિવસોમાં જાહેર કરી દેવામાં આવે છે. અમે NSSO સર્વેને ડિસેમ્બરની શરુઆતમાં સ્વીકૃતિ આપી હતી પરંતુ આશરે બે મહિના પસાર થયા બાદ પણ રિપોર્ટ સાર્વજનિક કરવામાં નથી આવ્યો.

મોહનને કહ્યું કે એક સમય સુધી એ નોટિસ કરવામાં આવ્યું હતું કે સરકાર NSC ને ગંભીરતાથી નહોતી લઈ રહી. મોટા નિર્ણય લેતા સમયે NSC ને અંધારામાં રાખવામાં આવી. અમે પ્રભાવી રીતે પોતાના કર્તવ્યોનુ નિર્વહન નહોતા કરી શકતા. પ્રાપ્ત વિગતો અનુસાર 2017-18 જોબ સર્વેમાં રોજગારને લઈને આંકડા સારા નથી આને રોકવાની સૌથી મોટી જગ્યા આ જ છે.

NSSO આ પહેલા પાંચ વર્ષમાં એકવાર રોજગારી-બેરોજગાર સર્વે કરતું હતું. આ પહેલા આ જ પ્રકારનો સર્વે 2011-12માં જાહેર કરવામાં આવ્યો હતો. આગલો સર્વે 2016-17માં આવી જવો જોઈતો હતો. પરંતુ ખૂબ વિચાર્યા બાદ NSC એ વાર્ષિક સાથે-સાથે ત્રિમાસીક સર્વેક કરાવવાનો પણ નિર્ણય કર્યો. જુલાઈ 2017 થી જૂન 2018ના મધ્યમાં કરવામાં આવેલા NSSS ના પ્રથમ વાર્ષિક સર્વેમાં નોટબંધીથી પહેલા અને બાદના આંકડા શામિલ કરવામાં આવ્યા છે.