રાષ્ટ્રીય સુરક્ષા મામલે પક્ષ અને વિપક્ષ ન હોય: સીતારામ યેચૂરી

નવી દિલ્હી- પાકિસ્તામાં ઘુસીને ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક બાદ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો રાજનીતિના કેન્દ્રમાં આવી ગયો છે. પુલવામા આતંકી હુમલા બાદ દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ જે ગુસ્સો હતો, તેમની અસર ભારતની જવાબી કાર્યવાહીમાં જોવા મળી હતી.

‘કિતને સુરક્ષિત હૈ હમ’ વિષય પર ચર્ચા કરતા માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા મામલે પક્ષ અને વિપક્ષ ન હોય. રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે સમગ્ર દેશ એક સાથે ઉભો છે. આતંકવાદીઓ ઈચ્છે છે કે, આપણી વચ્ચે આતંરીક વિખવાદ થાય, અને આપણે લઈએ જેથી તેમને ફાયદો થાય. અફસોસની વાત તો એ છે કે, સરકાર અને સરકારથી વધુ મીડિયા જનતામાં વિખવાદ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. જ્યારે હાલના સમયે આપણા દેશમાં એકતાની જરૂર છે. જે દેશને તોડવાનું કામ કરી રહ્યાં છે તે, દેશદ્રોહી છે, અને દેશમાં એકતા ફેલાવી રહ્યાં છે, તે દેશભક્ત છે.

રાષ્ટ્રીય સુરક્ષા પર બોલતા યેચુરીએ કહ્યું કે, આતંકવાદ અને સુરક્ષાની વાત એક રાજકીય એજન્ડા પર કેમ થઈ રહી છે? બાલાકોટની ઘટના બાદ કેમ થઈ રહી છે ચર્ચા? આતંરિક સુરક્ષા અને આતંકવાદ હમેશાં એક ગંભીર મુદ્દો રહ્યો છે, તે માત્ર ચૂંટણી પૂરતો સિમિત ન હોવો જોઈએ.

ફાઈલ ચિત્ર

વર્ષ 2009થી 2014ના 5 વર્ષની હાલના 5 વર્ષ સાથે તુલના કરીએ તો આ 5 વર્ષમાં 626 આતંકી હુમલાઓ થયાં જે એની પહેલાના 5 વર્ષોમાં ઓછા હતાં. 2014થી 2019 સુધીમાં 483 જવાનો શહીદ થયાં, જ્યારે આ પહેલાન 5 વર્ષમાં 139 જવાનો શહીદ થયાં હતાં. સીઝફાયરની ઘટનાઓ જે પહેલાના 5 વર્ષમાં 563 વખત થઈ હતી, 2014થી 2019 દરમિયાન 5000થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. સવાલ એ છે કે, આપણે લોકો સુરક્ષિત છીએ કે નહીં.?

પુલાવામાં હુમલામાં ઈન્ટેલિજન્સની અસફળતા પર વાત કરતા યેચુરીએ કહ્યું કે, પુલવામામાં હુમલા પહેલા ઈન્ટેલિજન્સ અસફળ હતી જેનો મુદ્દો સૌથી પહેલા જમ્મુ કશ્મીરના રાજ્યપાલે ઉઠાવ્યો હતો. સેના ઉપરાંત સુરક્ષાની વાત હોય તો એ પણ જોવું જોઈએ કે, આપણા અન્નદાતા સુરક્ષિત છે કે નહીં? આપણા બેરોજગારો લાચાર થઈને ફરી રહ્યાં છે, શું તે સુરક્ષિત છે? સુરક્ષાના તમામ મામલાઓને એક બાલાકોટ સુધી સિમિત રાખીને એ આધારે તમે ચૂંટણી લડવાની વાત કરી રહ્યાં છો તો, આ દેશ સાથે સૌથી મોટો અન્યાય છે.

બીજેપી અધ્યક્ષે એર સ્ટ્રાઈક પર રાજનીતિકરણ શરુ કર્યું અને કહ્યું કે, આ કોંગ્રેસની સરકાર નથી, બીજેપી કડક કાર્યવાહી કરશે. અમે એરફોર્સના કાર્યને બિરદાવ્યું તેમના એક દિવસ પહેલા અમિત શાહ તરફથી રાજનીતિક નિવેદન આવ્યું હતું.

રાષ્ટ્રીય સુરક્ષાનો આ મામલો હમેશાં જીવીત રહેશે. આપણે બધાએ સાથે મળીને તેમની સામે લડવું પડશે. આ દેશ ભક્ત છે, તે દેશ વિરોધી છે, આવા વાક્યો બોલીને તમે આતંકવાદીઓની જાળમાં ફસાઇ રહ્યાં છો. ચૂંટણીમાં ફાયદો થવાની લાલચથી તમે દેશની સુરક્ષા સાથે સમજૂતી કરી રહ્યાં છો. ડિફેન્સ કમિટીના પ્રમુખ મુરલી મનોહર જોશીનો રિપોર્ટ કહે છે કે, ડિફેન્સમાં રોકાણ 1962 પછી અત્યાર સુધી સૌથી ઓછું છે. આપણી સુરક્ષાની તૈયારી એટલી નબળી છે, તો શું તેના પર ચર્ચા ન થવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]