દેશનો પ્રથમ ટ્રાન્સજેન્ડર પાઇલટ એડમ હવે વિમાન ઉડાવી શકશે

નવી દિલ્હીઃ એડમ હેરી જલ્દી જ દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર કોમર્શિયલ પાયલટ હશે. તેમની વિમાન ઉડાવવાનું સ્વપ્ન જલ્દી જ પૂર્ણ થવાનું છે. કેરળ સરકારે 20 વર્ષીય હેરીને કોમર્શિયલ લાઈસન્સના સ્ટડી માટે આર્થિક મદદ આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રાંસજેન્ડર હોવાના કારણે હેરીને ઘરના લોકોએ કાઢી મુક્યા છે.

હેરીનો ઉદ્દેશ્ય છે કે તેઓ દેશના પ્રથમ ટ્રાંસજેન્ડર એરલાઈન પાઈલટ બને જેથી તેમના જેવા લોકોને એક પ્રેરણા મળે. તેમની પાસે પ્રાઈવેટ પાયલટ લાઈસન્સ છે પરંતુ યાત્રી વિમાન ઉડાવવા માટે તેમને કોમર્શિયલ લાઈસન્સની જરુરિયાત છે. પરિવાર દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો  ત્યારબાદ તેમની પાસે ફી ભરવાના પૈસા નથી. રિપોર્ટો અનુસાર તેમની ત્રણ વર્ષની ટ્રેનિંગમાં આશરે 23.34 લાખ રુપિયા ખર્ચ આવશે.

હેરીએ કહ્યું કે હું એક પ્રાઈવેટ પાયલટ લાયસન્સ પ્રાપ્ત કરનારો પ્રથમ ટ્રાંસજેન્ડર છું. હું ભારતમાં કોમર્શિયલ પાયલટના પ્રશિક્ષણને આગળ વધારવાની યોજના બનાવી રહ્યો છું. તેના માટે કેરળ સરકારે મને આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે. હું આ નિર્ણયથી ખૂબ ખુશ છું. હવે હેરી તિરુવનંતપુરમના રાજીવ ગાંધી એવિએશન ટેક્નોલોજી એકડમીમાં આગળનો અભ્યાસ ચાલુ રાખશે. કોર્સ પૂર્ણ કર્યા બાદ જ્યારે હું ભારતમાં આવ્યો ત્યારે મારા માતા-પિતાને હું ટ્રાંસજેન્જર છું તેની ખબર પડી ત્યારે મને નજરકેદ કરી દેવામાં આવ્યો. આશરે એક વર્ષ સુધી હું ઘરમાં નજરબંધ રહ્યો.

હેરીએ કહ્યું કે પરિજનો દ્વારા ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા દરમિયાન મને માનસિક અને શારીરિક રુપે ખૂબ ટોર્ચર કરવામાં આવ્યો. ત્યાર બાદ મેં નિર્ણય કર્યો કે મારે હવે ઘર છોડી દેવાનું છે અને નવા જીવનની શરુઆત કરવાની છે. હું ઘરેથી ભાગીને એર્નાકુલમ પહોંચ્યો. હું ભાગ્યશાળી હતો કે મારી મુલાકાત જે વ્યક્તિ સાથે થઈ તે પણ એક ટ્રાંસજેન્ડર હતો. મારી પાસે રહેવા માટે ઘર પણ નહોતું અને ન તો અજાણ્યા શહેરમાં મારું કોઈ પરિચિત હતું. આ મારા ખરાબ દિવસો હતા. હું રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર સુઈ જતો હતો.

હેરીએ જણાવ્યું કે તેમણે પોતાની રોજગારી માટે જ્યુસની એક દુકાન પર કામ કર્યું. મે ઘણી વિમાનન એકેડમીઝમાં પાર્ટ ટાઈમ કામ કર્યું પરંતુ હું ટ્રાંસજેન્ડર હોવાના કારણે સારુ વેતન આપવા માટે લોકો તૈયાર નહોતા. ત્યારબાદ મારી સ્ટોરી મીડિયામાં આવી. ત્યારબાદ બાલ કલ્યાણ વિભાગે મારા ઉત્કૃષ્ઠ જીવન માટે સન્માનજનક નોકરીની ભલામણ કરી. મેં સામાજિક ન્યાય વિભાગના સચીવનો સંપર્ક કર્યો તેમણે મને બાકીના પ્રશીક્ષણ માટે એક સારી વિમાનન એકેડમીમાં શામિલ થવાનો સુઝાવ આપ્યો પરંતુ મારી પાસે ભરવા માટે રકમ નહોતી.

તેમણે મને આઈડિયા આપ્યો કે મારે ટ્રાંસજેન્ડર ન્યાય બોર્ડમાં સ્કોલરશિપ માટે અરજી કરવી જોઈએ. ત્યારબાદ મને સ્કોલરશિપની મંજૂરી મળી ગઈ અને મેં રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યૂટ ઓફ એવિએશન એન્ડ ટેક્નોલોજીમાં શામિલ થઈ ગયો. તેમણે કહ્યું કે મારું માનવું છે કે મારા જેવા લોકોને તેમની આકાંક્ષાઓને પૂરી કરવામાં એટલી મુશ્કેલીઓ ન આવવી જોઈએ જેટલી મારે સહન કરવી પડી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]