નેશનલ હેરાલ્ડ કેસ: સ્વામીએ કોર્ટમાં રજૂ કર્યા દસ્તાવેજ, 17 માર્ચે વધુ સુનાવણી

નવી દિલ્હી- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે જોડાયેલા નેશનલ હેરાલ્ડ કેસમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્રાયલ કોર્ટમાં ઈન્કમટેક્સ વિભાગના દસ્તાવેજ સોંપી દીધા છે. સ્વામીએ કોર્ટમાં જણાવ્યું કે, આ દસ્તાવેજોમાં કોંગ્રેસના ટોચના નેતાઓ સામે નેશનલ હેરાલ્ડમાં કૌભાંડ કર્યું હોવાનું સાબિત થાય છે.National Herald Storyટ્રાયલ કોર્ટમાં સુબ્રમણ્યમ સ્વામીએ યંગ ઈન્ડિયા કંપની વિરુદ્ધ મોકલવામાં આવેલા ઈન્કમટેક્સ વિભાગના ઓર્ડરની કોપી રજૂ કરી હતી. 105 પાનાની આ ઓર્ડર કોપીમાં કથિત રીતે નેશનલ હેરાલ્ડ પર કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્વામીએ જણાવ્યું કે, આ ઓર્ડરથી એ સાબિત થાય છે કે, 2 હજાર કરોડની સંપત્તિ મેળવવા આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

સ્વામીએ કહ્યું કે, ઓર્ડરમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીએ એસોસિએટ જર્નલ્સ લિમિટેડને 90 કરોડ રુપિયા આપવાનો જે દાવો કર્યો છે તે ખોટો છે. કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ રકમ એસોસિએટ જર્નલ્સ લિમિટેડને આપી નથી. સ્વામીએ કહ્યું કે, તેમણે આ કેસમાં જે દલીલ રજૂ કરી છે અને આરોપ લગાવ્યા છે તે આ IT ઓર્ડરથી સાચા સાબિત થાય છે. વધુમાં સ્વામીએ કહ્યું કે, આ પુરી ડીલ એક કૌભાંડ છે.

દસ્તાવેજ સોંપાયા બાદ આ કેસની વધુ સુનાવણી માટે કોર્ટે 17 માર્ચની તારીખ નક્કી કરી છે. સાથે જ વધુ સુનાવણી સુધી કોર્ટે આ કેસ સાથે જોડાયેલાં બધા જ દસ્તાવેજ ગોપનીય રાખવા આદેશ આપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]