જન-ગણ-મન સાથે છે આજના દિવસનો ખાસ સંબંધ

નવી દિલ્હી: દરેક ભારતીય ભલે પછી તે વિદેશમાં વસતો હોય કે, દેશમાં ‘જન-ગણ-મન’ ની ઘૂન સાંભળી ગર્વ અનુભવે છે. પણ શું તમે જાણો છો કે, 27 ડિસેમ્બરનો આપણા રાષ્ટ્રગીત સાથે ખાસ સંબંધ છે. હકીકતમાં સાલ 1911ની 27 ડિસેમ્બરે પ્રથમ વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા ખાતેના અધિવેશનમાં રાષ્ટ્રગાન જન-ગણ-મન ગાવામાં આવ્યું હતું. તો થઈ આપણા રાષ્ટ્રગીતની વાત પણ 27 ડિસેમ્બર સાથે દેશ-વિદેશના અન્ય પણ મહત્વના ઘટનાક્રમ જોડાયેલા છે.

27 ડિસેમ્બર સાથે જોડાયેલ મુખ્ય ઘટનાઓ

  • 1797: ઉર્દૂના મહાન શાયર મિર્ઝા ગાલિબનો જન્મ
  • 1861: ચાની પ્રથમ જાહેર હરાજી કલકત્તા (અત્યારે કોલકાતા) માં થઈ.
  • 1911: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશન દરમ્યાન પ્રથમ વખથ જન-ગણ-મન ગાવામાં આવ્યું.
  • 1939: તુર્કીમાં ભૂંકપથી લગભગ 40 હજાર લોકોના મોત.
  • 1960:  ફ્રાંસ એ આફ્રિકાના સહારા રણમાં ત્રીજુ પરમાણુ પરીક્ષણ કર્યુ અને પરમાણુ મિસાઈલ વિકસિત કરવા તરફ એક ડગલુ આગળ વધ્યું.
  • 1975: ઝારખંડના ધનબાદ જિલ્લામાં ચાસનાલા કોલસાની ખાણ દુર્ઘટનામાં 372 લોકોના મોત.
  • 1979: અફઘાનિસ્તાનમાં રાજકીય ઉથલ-પુથલ પછી સોવિયેત સેનાએ હુમલો કર્યો.
  • 1985:  યૂરોપના વિએના એને રોમ એરપોર્ટ પર ચરમપંથીઓના હુમલામાં 16 લોકોના મોત અને 100થી વધુ ઘાયલ થયા હતા.
  • 2000: ઓસ્ટ્રેલિયામાં લગ્ન પહેલાના સંબંધોને કાયદેસરની માન્યતા આપવામાં આવી.
  • 2007: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની રાવલપિંડી પાસે બોમ્બ હુમલામાં ગોળીમારી હત્યા.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]