નાસાના મૂન ઓર્બિટરમાં કેદ થઈ ચંદ્રયાન-2ના લેન્ડિંગ સ્થળની તસવીરો!!!

નવી દિલ્હી: ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવાનો સમય નજીક આવતાની સાથે, નાસાના મૂન ઓર્બિટરે ચંદ્રના એ ભાગની તસવીર લીધી છે, જે સ્થળ પર વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે આ વાતની પુષ્ટી કરી છે.

નાસાના લૂનર રિકાનિસંસ ઓર્બિટર (LRO) અંતરિક્ષયાને 17 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકથી પસાર થવા દરમ્યાન એ સ્થળની તસવીર લીધી હતી જ્યાં ઈસરો દ્વારા વિક્રમને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એલઆરઓ મિશનના ડેપ્યૂટી પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ જોન કેલરે એક નિવેદનમાં કહ્યું કે, એલઆરઓ એ વિક્રમના લેન્ડિંગના સ્થળ પરથી ઉડાન ભરી હતી. 21 સપ્ટેમ્બરે ફરીથી વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવશે.

સીનેટ.કોમે એક નિવેદનમાં કેલીના હવાલેથી કહ્યું કે, એલઆરઓસી ટીન આ નવી તસવીરોનું વિશ્લેષણ કરશે અને પહેલાની તસવીરો સાથે સરખામણી કરીને એ તપાસ કરશે કે, ક્યાંય લેન્ડર નજર આવી રહ્યું છે. રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે, નાસા આ તસવીરોનું વિશ્લેષણ, પ્રમાણીકરણ અને સમીક્ષા કરી રહ્યું છે.

જે સમયે નાસાનું ઓર્બિટર એ જગ્યા પરથી પસાર થયું ત્યારે ચંદ્ર પર રાતનો સમય હતો, એનો અર્થ એમ કે, આ વિસ્તારનો મોટાભાગનો હિસ્સો બિંબમાં કેદ થયો હશે. નાસાના એક પ્રવક્તાએ આ પહેલા કહ્યું હતું કે, ઈસરોના વિશ્લેષણને સાબિત કરવા માટે અંતરિક્ષ એજન્સી ચંદ્રયાન-2 વિક્રમ લેન્ડરના લક્ષિત વિસ્તારની પહેલાની અને પછીની તસવીરો શેર કરશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]