‘ચોકીદાર’ના કોંગ્રેસી જૂમલા પર PMનો પલટવાર, ચોરની ઊંઘ હરામ કારણ કે…

ધર્મશાળા- હિમાચલપ્રદેશમાં જયરામ ઠાકુર સરકારને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન મોદીએ જન આભાર રેલીને સંબોધીત કરી હતી. આ રેલીમાં મોદીએ ખેડૂતો અને જવાનોને બહાને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યાં હતાં. આ ઉપરાંત વડાપ્રધાને અલગઅલગ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

વડાપ્રધાને રેલીને સંબોધિત કરતા કહ્યું કે, હિમાચલ આવીને મને એવું લાગે છે કે હું મારા ઘરે આવ્યો છું. હિમાચલમાં જેની સાથે અમે કામ કર્યું છે તે આજે પહેલી પંક્તિના નેતા છે. હિમાચલમાં સંગઠન માટે ખૂબ કામ કર્યું છે. તેમણે કહ્યું કે, જે લોકોને લૂંટવાની આદત હતી, તેમને આજે દેશના ચોકીદારથી ડર લાગવા લાગ્યો છે.

કોંગ્રેસ પર તમતમતાં પ્રહારો કરતા કહ્યું કે, દેશના પૂર્વ સૈનિકો છેલ્લા 40 વર્ષથી વન રેંક, વન પેંશનની માંગ કરી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીએ વન રેંક,વન પેન્શનના નામે ખોટું બોલીને માત્ર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. પરંતુ જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે અમે વન રેંક વન પેંશનની યોજનાને ફરીથી ચાલુ કરી હતી. લોન માફીના નામે પણ કોંગ્રેસ પાર્ટી ખોટું બોલી રહી છે. પંજાબ અને કર્ણાટકના તમામ દેવાદાર ખેડૂતોને હજુ સુધી લાભ નથી મળ્યો.

વધુમાં કહ્યું કે, હિમાચલ પ્રદેશને કોંગ્રેસ પાર્ટીએ નકાર્યું છે. જ્યારે દિલ્હીમાં તેમની સરકાર હતી, ત્યારે હિમાચલને 21 હજાર કરોડ રૂપિયા મળતા હતાં. હવે કેન્દ્ર સરકાર 72 હજાર કરોડ રૂપિયા મળી રહ્યા છે. લોકોની આંખોમાં ધૂળ નાખવી કોંગ્રેસની આદત બની ગઇ છે.

વીરતા, શોર્ય અને સામર્થ્ય આ ધરતીના લોકોના લોહીમાં છે: પીએમ

પીએમ મોદીએ કહ્યું કે, વીરતા, શોર્ય અને સામર્થ્ય આ ઘરતીના લોકોના લોહીમાં છે. હિમાચલ દેવી અને દેવતાઓની દેવભૂમિ છે. આ હિમાચલ પ્રદેશની વિશેષ ઓળખ છે. પહાડનું પાણી પણ હિમાચલની મદદે આવી રહ્યું છે અને પહાડની જવાની પણ અહીંના વિકાસ માટે કામ આવશે, તેના માટે સરકાર ઘણા મહત્વપૂર્ણ કદમ ઉઠાવી રહી છે.

તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશ અને અટલ બિહારી બાજપેયીજીનો અટૂટ સંબંધ રહ્યો છે. હિમાચલ પ્રદેશના વિકાસની ઇંટ રાખવાનું કામ અટલજીની સરકારે કર્યું હતું.

મોદી છે તો વાત મફતમાં થશે…

મોદીએ કહ્યું કે, રાજ્યમાં હવે 26 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. કાલકા-શિમલામાં પારદર્શી બોગીઓ લગાવઈ જેથી અહીંના પ્રવાસનને વેગ મળશે. 15 હજાર કરોડ રૂપિયાના રેલ પ્રોજેક્ટ હિમાચલમાં ચાલી રહ્યાં છે. સરહદ પર તૈનાત સૈનિકોની માતાઓ કહે છે કે, મોદી છે તો વાત મફ્તમાં થશે, હવે જવાનોની માતાઓને ડેટાની નહીં પરંતુ બેટરીની ચિંતા થાય છે, કે ક્યાંક બેટરી ખત્મ ન થઈ જાય.

મુખ્યપ્રધાન જયરામ ઠાકુરને આપી શુભેચ્છા

તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં બીજેપી સરકારે એક વર્ષમાં વિકાસના કામો માટે અર્થાંગ પ્રયાસ કરવામાં આવ્યા છે. તેના માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને તેમની ટીમને શુભેચ્છા…