મુકેશ અંબાણીએ રામેશ્વરમ મંદિરમાં દર્શન કર્યા

રામેશ્વર – ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આજે અત્રે શ્રી રામનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા-દર્શન કર્યા હતા. આવતા મહિને અંબાણીની પુત્રી ઈશાનાં લગ્ન નિર્ધાર્યા છે.

મુકેશ અંબાણી સાથે એમનો નાનો પુત્ર અનંત પણ હતો. મંદિરના સંચાલકોએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

દર્શન કર્યા બાદ, અંબાણીએ પુત્રી ઈશા અને આનંદ પિરામલનાં લગ્નની કંકોત્રી ભગવાનની મૂર્તિના ચરણમાં અર્પણ કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અંબાણીએ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પોતે મંદિરની સ્થાપત્યકળાથી ખૂબ પ્રભાવિત થયા છે.

અંબાણીએ મંદિર માટે રૂ. 55,000ની રકમનું દાન પણ આપ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]