સંસદમાં સાંસદો શીખશે સંસ્કૃત, 10 દિવસની શિબિર કરશે સંઘનું સંગઠન…

નવી દિલ્હીઃ આરએસએસ દ્વારા દેશમાં સંસ્કૃતને સામાન્ય બોલચાલની ભાષા બનાવવાની દિશામાં જોર આપવાનું શરુ થયું છે. ઝૂંપડીથી લઈને હવે દેશની સૌથી મોટી પંચાયત સંસદ ભવનમાં પણ દસ દિવસની શિબિર લગાવવાની તૈયારી છે. આ પ્લાન આરએસએસના આનુષાંગિક સંગઠન સંસ્કૃત ભારતીએ તૈયાર કર્યાં છે.

સંસદ ભવનમાં સંસ્કૃત શીખવાડનારી શિબિરના આયોજન માટે સંઘ એટલા માટે પણ ઉત્સાહિત છે કારણ કે આ વખતે સંસદમાં જ્યાં સંસ્કૃતમાં શપથ લેનારા સાંસદોની સંખ્યા વધી છે ત્યાં જ અંગ્રેજીમાં શપથ લેનારા સાંસદોની સંખ્યા ઘટી છે. સંઘનો પ્રયત્ન છે કે આવતી લોકસભામાં અંગ્રેજીથી વધારે સંસ્કૃતમાં શપથ લેનારા સાંસદ હોય જેથી અંગ્રેજીના દબદબાને પડકાર આપતા દેશમાં સંસ્કૃતને લઈને મોટો સંદેશ આપી શકાય. સંસદ ભવનમાં સંભાષણ શિબિર લગાવવાના સિલસિલામાં સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન પ્રધાન દિનેશ કામતની ગત દિવસોમાં લોકસભા સ્પીકર ઓમ બિડલા સાથે મુલાકાત થઈ છે. સંસ્કૃત ભારતીનો આ પ્રસ્તાવ ઓમ બિરલાને પસંદ આવ્યો છે. તેમણે જલદી જ દસ દિવસની અંદર આયોજિત કરવાનું આશ્વાસન આપ્યું છે.હકીકતમાં આરએસએસના પ્રયત્નોને લઈને દેશમાં સંસ્કૃતનો પ્રસાર તાજેતરના વર્ષોમાં વધ્યો છે. સાંસદ સંસ્કૃતમાં શપથ લેવામાં રુચી અને ગર્વ મહેસૂસ કરવામાં લાગ્યા છે. 2014 માં જ્યાં 34 સાંસદોએ સંસ્કૃતમાં શપથ લીધો હતો, તો આ વખતે 2019 માં 47 સાંસદોએ શપથ લીધા. જ્યારે 2014માં 114 ના મુકાબલે આ વખતે માત્ર 54 સાંસદ જ અંગ્રેજીમાં શપથ લીધા. 17 મી લોકસભામાં સૌથી વધારે 210 સાંસદોએ હિંદીમાં શપથ લીધા. આ પ્રકારે જોઈએ તો હવે અંગ્રેજી અને સંસ્કૃતમાં શપથ લેનારા સાંસદો વચ્ચે માત્ર સાતનો આ આંકડો રહી ગયો છે.આની પાછળ આરએસએસની પ્રેરણા બતાવવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન, પ્રતાપ ચંદ સારંગી, ગઢવાલ સાંસદ અને બીજેપીના રાષ્ટ્રીય સચિવ તિરથ સિંહ રાવત, મીનાક્ષી લેખી, પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ અને મિદિનાપુર સાંસદ દિલીપ ઘોષ સહિતના લોકોએ સંસ્કૃતમાં શપથ લીધા. આવા તમામ સાંસદોને સોમવારના રોજ દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં સંસ્કૃત ભારતી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પરંતુ સંસ્કૃત ભારતી દેશની સૌથી મોટી પંચાયતના તમામ સાંસદોમાં સંસ્કૃત પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાના પ્રયત્નોમાં છે.સંસ્કૃત ભારતીના દિલ્હી પ્રાંત પ્રધાન કૌશલ કિશોર તિવારીએ મીડિયાને જણાવ્યું કે સંસદ ભવનમાં કુલ 20 કલાકની આ શિબિર દસ દિવસ સુધી ચાલશે. રોજ બે કલાક સાંસદોને સંસ્કૃત લખવાની, વાંચવાની, અને બોલવાનું પ્રશિક્ષણ આપવામાં આવશે. પ્રશિક્ષણ સંસ્કૃત ભારતી સાથે જોડાયેલા આચાર્ય આપશે. તેમણે જણાવ્યું કે ઘણા સાંસદોએ પોતે જ સંગઠનને આ શિબિર કરવાની ઈચ્છા વ્યક્ત કરી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તિવારી કહે છે કે ભાષાનો પ્રસાર માત્ર લખવા અને વાંચવાથી જ નથી થતો પરંતુ તેને બોલવાથી થાય છે. આ શિબિર દ્વારા સાંસદોને સંસ્કૃત બોલવા માટે પ્રેરિત કરવામાં આવશે. જો સાંસદ સંસ્કૃત બોલતા દેખાશે તો તેમના દ્વારા સામાન્ય જનતા પણ પ્રેરિત થશે. તિવારીનું કહેવું છે કે જ્યાં પણ સંસ્કૃતનું હિત જોડાયેલું છે, ત્યાં સંસ્કૃત ભારતી ખડેપગે રહેશે.સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન પ્રધાન દિનેશ કામતનું કહેવું છે કે દેશમાં આજે ત્રણ કરોડ છાત્ર સંસ્કૃત ભણી રહ્યા છે, છતા આ ભાષાને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન ચાલુ છે. કારણ કે લોકો આ ભાષાને બોલતા નથી. સંસ્કૃતમાં 45 લાખથી વધારે પાંડુલિપિઓ છે. તેમણે કહ્યું કે ભારત માત્ર સંસાધનોથી જ વિશ્વગુરુ નહી બને, તેણે સંસ્કૃત ભાષા પણ અપનાવવી પડશે. જન-જનમાં આ મામલે જાગૃતિ લાવવી પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]