પંજાબમાં દેખાયો મોસ્ટ વોન્ટેડ આતંકી જાકિર મૂસા, એલર્ટ જાહેર કરાયું

ચંડીગઢઃ મોસ્ટ વોન્ટેડ આતંકી જાકિર મૂસા પંજાબમાં છુપાયો હોવાની માહિતી સામે આવી રહી છે. પંજાબના ફિરોજપુર ભટિંડામાં જાકિર મૂસા શિખ વેશમાં છુપાયો હોઈ શકે છે. આના ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આને લઈ આઈબી, સીઆઈડી અને આર્મી ઈન્ટેલિજન્સે ઈનપુટ જાહેર કર્યું છે. આપને જણાવી દઈએ કે મૂસા છેલ્લા ઘણા દિવસથી પંજાબમાં છુપાયેલો હોવાની વિગતો આમે આવી હતી. જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક હતી.

ઉલ્લેખનીય છે કે જાકિર મૂસા અલકાયદાનો કમાન્ડર છે અને તે છેલ્લા ઘણા દિવસથી મૂવ થઈ રહ્યો હોવાની વિગતો સામે આવી હતી. પહેલા પંજાબ અને પછી રાજસ્થાનમાં જાકિર મૂસા છુપાયો હોવાની વિગતો સામે આવી હતી. આ પહેલા પણ ઈનપુટ હતું કે મૂસા આશરે 7 સાથિદારો સાથે પંજાબમાં ઘૂસ્યો હતો.

થોડા દિવસ પહેલા જ જાકિર મૂસા પોતાના સાથીદારો સાથે અમૃતસરમાં દેખાયો હતો. અને આ જ કારણ છે કે પોલીસ પંજાબમાં ઘણા ડ્રગ સ્મગલરોના ઘરોમાં રેડ પાડી રહી છે જેના મામલે આશંકા છે કે તેમના આતંકીઓ સાથે સંબંધો હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે જાકિર બુરહાન વાણીના વિસ્તાર ત્રાલ ક્ષેત્રનો રહેવાસી છે અને તેણે 2016માં 8 જુલાઈના રોજ બુરહાનના મૃત્યુ બાદ ગ્રુપનું નેતૃત્વ સંભાળ્યું હતું. તે આતંકી સંગઠનમાં જોડાયો તે પહેલા કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. અને કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ મોજ-મસ્તી કરવા વાળો યુવાન હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]