કશ્મીરના સોપોરમાં બસ સ્ટેન્ડ નજીક ત્રાસવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો; 15 નાગરિકો ઘાયલ

શ્રીનગર – જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરના બસ સ્ટેન્ડ નજીક આજે બપોરે ત્રાસવાદીઓએ એક ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો. એ હુમલામાં 15થી વધારે લોકો ઘાયલ થયાનો અહેવાલ છે.

ઈજાગ્રસ્તોને શ્રીનગર લઈ જઈને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ત્રાસવાદીઓને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

ગ્રેનેડ હુમલો બપોરે લગભગ 4.15 વાગ્યે બસ સ્ટેન્ડ ખાતે, હોટેલ પ્લાઝા નજીક કરવામાં આવ્યો હતો.

હુમલામાં ઘાયલ થયેલાઓમાંના 3 જણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અન્યોની હાલત સ્થિર છે.

હુમલાની જાણ થયા બાદ સીઆરપીએફની 179 બટાલિયનના સૈનિકો તે વિસ્તારમાં પહોંચી ગયા હતા અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]