મોન્સૂન અપડેટ્સઃ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વાવાઝોડા, ભારે વરસાદની આગાહી

મુંબઈ – ભારતીય હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વાવાઝોડું ફૂંકાવાની અને ભારે વરસાદ પડવાની આજે આગાહી કરી છે.

એએનઆઈ સમાચાર સંસ્થાએ હવામાન વિભાગે ઈસ્યૂ કરેલી ચેતવણીને એવું કહેતા ટાંકી છે કે પશ્ચિમ બંગાળના ગંગા તટીય વિસ્તારો, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક તથા આંધ્ર પ્રદેશના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાશે અને ગાજવીજ થવાની ઘણી જ સંભાવના છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે રિલીઝ કરેલી સેટેલાઈટે પાડેલી તસવીરમાં ભારતના અનેક ભાગો, અરબી સમુદ્ર, બંગાળના અખાત તથા હિંદ મહાસાગર ઉપર કાળમીંઢ વાદળો છવાયેલા જોઈ શકાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]