ચિદમ્બરમના પરિવારે વિદેશોમાં કરોડોનું કાળુનાણું જમા કર્યાનો આરોપ: IT વિભાગ

નવી દિલ્હી- વિદેશોમાં જમા સંપત્તિ જાહેર નહીં કરવાને લઈને પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરના પરિવાર સામે અરજી દાખલ કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ વિભાગે પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ અને તેના પરિવાર સામે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત 4 વિવિધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. IT વિભાગે પી. ચિદમ્બરમ, તેમના પૂત્ર કાર્તિ, પત્ની નલિનિ અને પૂત્રવધુ શ્રીનિધી વિરુદ્ધ બ્લેકમની કાયદા અંતર્ગત ચાર્જશીટ દાખલ કરી છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, 2015 હેઠળ આવકવેરા વિભાગે ચેન્નાઈની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.અધિકારીઓએ જણાવ્યું કે, નલિનિ ચિદમ્બરમ, કાર્તિ અને તેના પત્ની શ્રીનિધિ પર UKના કેમ્બ્રિજ સ્થિત સંપત્તિ અંગે ખુલાસો નહીં કરવાને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સંપત્તિની અંદાજીત કિંમત રુપિયા 5.37 કરોડ માનવામાં આવે છે. આ સિવાય બ્રિટનમાં રુપિયા રૂ. 80 લાખ અને અમેરિકામાં પણ તેમની 3.28 કરોડની સંપત્તિ હોવાનું અનુમાન છે. જે અંગે ચિદમ્બરમ અને તેમના પરિવાર પર માહિતી છૂપાવવાનો આરોપ છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, ચિદમ્બરમ પરિવારે ટેક્સ ઓથોરિટી સમક્ષ પોતાના રોકાણ અંગે કોઈ જ માહિતી આપી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]