મોદી 2.0 : પહેલા 100 દિવસો માટે 167 મોટા કામોનું લિસ્ટ તૈયાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 167 ‘પરિવર્તનકારી વિચારો’નું લિસ્ટ તૈયાર કર્યું છે, જેના સંબંધિત કાર્યો મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસોમાં પૂરા કરવાનું લક્ષ્ય છે. તેમાં દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 3 લાખ ફેકલ્ટી માટે ખાલી પડેલી જગ્યાઓ ભરવાનું કામ પણ શામેલ છે. 15 ઓક્ટોબરે મોદી સરકાર 2.0ના 100 દિવસ પૂરા થશે.

કેબિનેટ સેક્રેટરી પ્રદિપ સિંહાએ 10 જુલાઈએ તમામ સચિવોને મેસેજ મોકલ્યા જે ક્ષેત્રીય સચિવોની ભલામણોને આધારે હતા. આ ભલામણો પર મંત્રીઓની સલાહ લેવાઈ અને પછી સરકારે 100 દિવસના કાર્યક્રમ તરીકે 167 પરિવર્તનકારી વિચારો લાગૂ કરવાનો નિર્ણય લીધો.

કેબિનેટ સેક્રેટરી રાખશે નજર અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સને ખબર પડી છે કે કેબિનેટ સેક્રેટરીની નોટમાં આ વિચારોને લાગૂ કરવાનો સમય 5 જુલાઈથી 15 ઓક્ટોબર કહેવાયો છે. તેમાં કહેવાયું છે કે મંત્રાલયો દ્વારા ઘણા ચરણમાં પ્રેજન્ટેશન આપવા અને તેના પર ઉચ્ચ સ્તરીય ચર્ચા બાદ 100 દિવસોની અંદર પૂરા થનારા મહત્વપૂર્ણ કાર્યોનું લિસ્ટ તૈયાર કરાયું છે. આ આઈડિયા પર ચાલી રહેલા કામની દેખરેખ સંબંધિત મંત્રાલયના સચિવ કરશે. બધા મંત્રાલયોને કામનું સ્થિતિ દર્શાવતું ડેશબોર્ડ લગાવવા માટે પણ કહેવાયું છે.

100 દિવસમાં ખતમ થશે આ પ્રોજેક્ટ્સ કહેવાઈ રહ્યું છે કે સિલેક્ટ કરાયેલી મુખ્ય યોજનાઓમાં મોટા ભાગે પ્રશાસનિક સુધારાના ઘણા કાર્યક્રમ છે. સરકારનો ભાર સાર્વજનિક ફરિયાદોનું નિકારણ અને તેની વ્યવસ્થા ( સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રિવાંસેઝ રીડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ) પર નજર રાખવાની પ્રોસેસ સરળ કરવાનો છે. જે અંતર્ગત સામાન્ય લોકોની ફરિયાદ પર તરત કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા બનાવવાનો સરકારનો પ્રયાસ છે. સરકાર નેશનલ ઈ-સર્વિસેજ ડિલિવરી એસેસમેન્ટ અને કેન્દ્રીય સચિવાલય માટે એક નવું ઓફિસ મેન્યુઅલ અને ઓફિસ પ્રોસિઝર તૈયાર કરી રહી છે.

આવી જ રીતે માનવ સંસાધન વિકાસ મંત્રાલયને દેશભરની ઉચ્ચે શિક્ષણ સંસ્થાનોમાં ખાલી પડેલી 3 લાખ ફેકલ્ટીઝની જગ્યા ભરવા માટે 100 દિવસની અંદર મોટી સંખ્યામાં અભિયાન શરૂ કરવાની જવાબદારી અપાઈ છે. લોકસભા ચૂંટણીથી જ થઈ રહી છે તૈયારી 100 દિવસના પ્લાન પાછળ વિચાર એવો છે કે મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં લક્ષ્ય નક્કી કરવા અને તેના સમયબદ્ધ રીતે પૂરા કરવામાં કોઈ બેદરકારી કરવા ઈચ્છતી નથી.