મોદી સરકારનું ઐતિહાસિક કદમઃ જમ્મુકશ્મીરની ધારા 370માં પુનર્ગઠન, લદ્દાખને અલગ કરાયું, કેન્દ્રશાસિત પ્રદેશો બનશે

નવી દિલ્હીઃ જમ્મુકશ્મીરમાં એક સપ્તાહથી ચાલી રહેલી તેજ ગતિવિધિઓની પરાકાષ્ઠારુપે એક ખૂબ જ મોટું ઐતિહાસિક કદમ મોદી સરકારે ભરી લીધું છે. રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ની એક જ ખંડને રાખી બાકીના અનુચ્છેદ હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો છે.દેશના સંવિધાનના ઇતિહાસમાં આ ખૂબ જ મોટી અસર પાડનાર નીવડી રહે તે પ્રકારનો આ મોટો નિર્ણય મોદી સરકારે લઇ લીધો છે.

આ ઘોષણા સાથે જ રાજ્યસભામાં ભારે હંગામો મચી ગયો હતો.

તેની સાથે જ અમિત શાહે જમ્મુ-કશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ પણ રજૂ કર્યો છે. અમિત શાહના એલાન બાદ વિપક્ષે ગૃહમાં ઘણો હોબાળો કર્યો. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત્ર પ્રદેશ બની ગયો છે. સાથોસાથ લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે.

જમ્મુકશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે સાથે જ લદ્દાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

આ સાથે જ રાષ્ટ્રપતિએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.ધારા 370ના એક જ અનુચ્છેદને છોડીને બાકીના તમામ અનુચ્છેદ કાઢી નાંખવામાં આવ્યાં છે. આ સામે આવી રહેલી પ્રાથમિક જાણકારી છે. બિલના પ્રસ્તાવોનું આકલન બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે.