મોદી સરકારનું પ્રથમ સ્માર્ટ સિટી તૈયાર થતાં હજી 3 વર્ષ લાગશે

નવી દિલ્હી- બનારસને ટોક્યો અને દેશના અન્ય 100 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની મહત્વાકાંક્ષી યોજના માટે કેન્દ્ર સરકારે લગભગ 30 હજાર કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. અનુમાન છે કે, ચાલુ વર્ષના અંત સુધીમાં બીજા 20 હજાર કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. સરકારે દાવો કર્યો છે કે, દેશનું પ્રથમ સ્માર્ટ સિટી વર્ષ 2021 સુધીમાં બનીને તૈયાર થઈ જશે.રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારની સ્માર્ટ સિટી યોજના અંગે શહેરી વિકાસ પ્રધાન હરદિપસિંહ પુરીએ જણાવ્યું કે, મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવવાના પ્લાન પર ઝડપથી કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સરકારના જણાવ્યા મુજબ યોજનાનો પ્રથમ તબક્કો જાન્યુઆરી 2016માં શરુ કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 37 ટકા નાણાં ખર્ચવામાં આવ્યા છે. આ યોજના હેઠળ દરેક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર 500 કરોડ રુપિયા આપશે. જ્યારે બાકીનું ભંડોળ રાજ્ય સરકાર અને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ ઉપરાંત લોન દ્વારા ખર્ચવામાં આવશે.