નુસરત જહાં અને પ્રજ્ઞા ઠાકુરને મળી આ મહત્વની જવાબદારી…

નવી દિલ્હીઃ 17 મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિઓનું ગઠન થઈ ગયું છે. આ વખતે ભાજપાને આની કમાન મળી છે. જ્યારે ગત લોકસભામાં આની અધ્યક્ષતા કોંગ્રેસના સાંસદો પાસે હતી. પહેલીવાર સંસદ ભવન પહોંચેલી ભાજપા સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંને મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. નુસરત જહાં જળ સંસાધન મામલાઓ માટે બનેલી સંસદીય કમીટીના સદસ્ય બનાવવામાં આવ્યા છે. તો આ કમીટીની અધ્યક્ષતા ભાજપા સાંસદ સંજય જયસ્વાલના હાથોમાં હશે.

ભોપાલથી ભાજપા સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને રેલવે પર બનેલી કમીટીના સદસ્ય બનાવવામાં આવ્યા છે. ફારુક અબ્દુલ્લા પણ આ કમીટીના સદસ્ય છે. તો આ કમીટીની અધ્યક્ષતા ભાજપા સાંસદ રાધા મોહન સિંહ કરશે. આ વખતે નાણાપ્રધાન અને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલી સ્ટેન્ડિંગ કમીટીની અધ્યક્ષતા કોંગ્રેસને નથી સોંપવામાં આવી. ગત લોકસભા દરમિયાન આ સ્ટેન્ડિંગ કમિટીઓની અધ્યક્ષતા કોંગ્રેસના હાથમાં હતી.

વીરપ્પા મોઈલી જ્યાં નાણાકિય મામલાના અને શશિ થરુર વિદેશ મામલાઓ પર બનેલી સ્ટેન્ડિંગ કમીટીના અધ્યક્ષ હતા. આ વખતે બંન્ને મહત્વની કમીટીઓની કમાન ભાજપા સાંસદોને સોંપવામાં આવી છે. હજારીબાગમાં ભાજપા સાંસદ જયંત સિન્હાને નાણા અને પીપી ચોધરીને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલી સ્ટેન્ડિંગ કમીટીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. આને લઈને શુક્રવારના રોજ મોડી રાત્રે લોકસભા સચિવાયે નોટિફિકેશન જાહેર કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]