લોકસભા ચૂંટણી પરિણામોના આંકડાઓમાં ઘપલો? મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ઇલેક્ટ્રોનિક મતદાન મશીન-ઈવીએમ ઉપયોગનો મામલો ફરીથી સુપ્રીમ કોર્ટને દ્વારે પહોંચ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ -એડીઆરે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે અને માગણી કરી છે કે ચૂંટણી પંચને કોઈ પણ ચૂંટણીના અંતિમ નિર્ણયની ઘોષણા કરતા પહેલાં મત ડેટાના સાચા અને સચોટ મેળવણીની ખાતરી કરવા નિર્દેશ આપવામાં આવે. અરજદારે એવી તમામ ગરબડોની પણ તપાસની માગી છે કે જે 2019ની લોકસભા ચૂંટણી પરિણામોને લગતા ડેટામાં સામે આવી હતી.

ચૂંટણી પંચની ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પ્રસંગે અનેક પ્રસંગોએ, 2019ની લોકસભા ચૂંટણી પરિણામોની જાહેરાત કર્યા પછી, વેબસાઇટ તેમ જ તેની એપ્લિકેશન ‘માય વોટર્સ ટર્નઆઉટ એપ્લિકેશન’ માં મતદાન ડેટા બદલાઈ ગયો હતો.

પિટિશનમાં ચૂંટણી પંચ (ઇસી) પર સવાલ ઉઠાવતાં કહેવામાં આવ્યું છે કે ડેટામાં અનેક ફેરફાર એ ગરબડને છુપાવવાનો પ્રયાસ હોઈ શકે છે. નિષ્ણાતોની ટીમે અરજદારો વચ્ચેની ઉથલપાથલ તેમજ વિવિધ મતક્ષેત્રોમાં પડેલાં મતની સંખ્યા અને મતગણતરીની સંખ્યા અંગે સંશોધન કર્યું હતું. આ સંશોધન ચૂંટણી પંચની વેબસાઇટ પર 28મી મે અને 30મી જૂન, 2019ના રોજ ‘માય વોટર્સ ટર્નઆઉટ એપ્લિકેશન’ પરના બે દિવસ પર ઉપલબ્ધ ડેટાના આધારે કરવામાં આવ્યું હતું.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બંને આધાર પર અરજદારે તારણ કાઢ્યું છે કે 542 મત વિસ્તારોમાં 347 બેઠકોમાં મતદાન અને મતગણતરીમાં વિસંગતતા મળી છે. આ ફરક એક મતથી લઇને 1,01,323 મતો સુધીનો ફેર બતાવે છે. તો 6 બેઠકો એવી છે કે જેના મતોમાં ફરક જીતના આંકડા કરતાં પણ વધારે છે. આવા ફરક પડતાં હોય તેવા કુલ મતોની સંખ્યા 7,39,104 છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]