ટેરર ફંડિંગ કેસમાં NIA સામે રજૂ થયાં અલગતાવાદી મીર વાઈઝ

નવી દિલ્હીઃ અલગાવવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુક આતંકવાદને આર્થિક સહયોગ આપવા સાથે જોડાયેલા એક મામલામાં આજે એનઆઈએ સમક્ષ રજૂ થયાં.  તેઓ જમ્મૂ-કાશ્મીરથી સવારે દિલ્હી પહોંચ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું કે તપાસ એજન્સીએ તેમને આશ્વસ્ત કર્યા છે કે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે તાજેતરમાં જ ત્રીજીવાર સમન મોકલવામાં આવ્યું હતું જેમાં તેમને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા કે રાષ્ટ્રીય તપાસ એજન્સીની પૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરશે.

અલગાવવાદી ગ્રુપના સદસ્યોએ કહ્યું કે હુર્રિયત કોન્ફરન્સના નેતા અબ્દુલ ગની ભટ, બિલાલ લોન અને મૌલાના અબ્બાસ અંસારીએ મીરવાઈઝ પાછળ રેલી કરવાનો નિર્ણય કર્યો છે અને તેમની સાથે એકજૂટતા દેખાડવા માટે એનઆઈએના મુખ્યાલય સુધી તેમના સાથે આવશે.

એનઆઈએ દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ મીરવાઈઝ સહિત ઘણા અલગાવાવાદી નેતાઓના ઠેકાણા પર તપાસ કરવામાં આવી. એનઆઈએએ પહેલા જ મીરવાઈઝના બે સંબંધીઓ મૌલવી અંજૂર અને મૌલવી શફાત અને તેમના નજીકના સહયોગીઓથી ગત વર્ષે પૂછપરછ કરી હતી. મંજૂર અને શફાત બંન્ને સેવાનિવૃત્ત વરિષ્ઠ સરકારી અધિકારી છે.

મીરવાઈઝને 11 અને 18 માર્ચના રોજ એનઆઈએ સમક્ષ રજૂ થવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેમણે દિલ્હીમાં પોતાની સુરક્ષાનું કારણ આગળ ધરીને તપાસમાં શામિલ થવામાં પોતાની અસમર્થતા દર્શાવી હતી. મીરવાઈઝનું કહેવું હતું કે તેમને એનઆઈએની નોટિસ મામલે જાણકારી નથી અને અલગાવવાદી નેતાને નોટિસ માત્ર ખોટી ધારણાઓ, સૂચનાઓ અને દુર્ભાવનાથી આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે એનઆઈએ તપાસમાં આતંકી ગતિવિધિઓ માટે ફંડિંગ, સુરક્ષા દળો પર પથ્થરમારો, શાળાઓને સળગાવવી અને સરકારી પ્રતિષ્ઠાનોને નુકસાન પહોંચાડવા પાછળના તત્વોની ઓળખ કરવાનો છે. આ મામલે પાકિસ્તાન સ્થિત જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિસ સઈદ, પ્રતિબંધિત લશ્કર એ તૈયબા, સૈયદ અલી શાહ ગિલાનીના નેતૃત્વ વાળા હુર્રિયત જુથ જેવા સંગઠનો સીવાય મીરવાઈઝ, હિઝબુલ મુજાહિદ્દીન અને દુખ્તારન એ મિલત તપાસના વર્તુળમાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]