નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર, પ્રાઈવેટ શાળાઓને ફી નક્કી કરવા આઝાદી પણ…

નવી દિલ્હીઃ માનવ સંસાધન વિકાસ મંત્રાલયને નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ માટે ગઠિત વિશેષજ્ઞ સમિતિએ સિલેબસમાં ભારતીય શિક્ષા પ્રણાલીને શામિલ કરવા જેવી ભલામણો લાગૂ કરવાનો ડ્રાફ્ટ સોંપી દીધો છે. આ ડ્રાફ્ટમાં રાષ્ટ્રીય શિક્ષા આયોગનું ગઠન અને પ્રાઈવેટ શાળાઓ દ્વારા મનમાની કરીને ફી વધારવા પર રોક જેવી ભલામણોનો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને હરિદ્વાર લોકસભાના સાંસદ ડો. રમેશ પોખરિયાલ નિશંકે શુક્રવારના રોજ જ માનવ સંસાધન વિકાસ પ્રધાનનો કાર્યભાર સંભાળ્યો અને કમીટીએ તૈયાર ડ્રાફ્ટ તેમને સોંપી દીધો.

નવી પોલીસીના ડ્રાફ્ટમાં ભલામણ કરવામાં આવી છે કે પ્રાઈવેટ શાળાઓને પોતાની ફી નક્કી કરવા માટે આઝાદ કરવામાં આવે પરંતુ તેઓ આમાં મનમાની કરીને વધારો નહી કરી શકે આના માટે ઘણા સુઝાવ આપવામાં આવ્યા છે. સમિતિએ જોર આપ્યું છે કે શિક્ષા અને ભણાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ શિક્ષા મંત્રાલય કરવામાં આવવું જોઈએ.

તો આ સાથે જ આમાં કહેવામાં આવ્યું છે કે ગણિત, એસ્ટ્રોનોમી, ફિલોસોફી, મનોવિજ્ઞાન, યોગ, આર્કિટેક્ચર, ઔષધી સાથે જ શાસન, શાસન વિધિ, સમાજમાં ભારતના યોગદાનને શામિલ કરવામાં આવે.

ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત આધાર પર દેશમાં શિક્ષાના દ્રષ્ટીકોણને વિકસિત કરવા, મૂલ્યાંકન કરવા અને સંશોધન કરવા માટે એક નવી શીર્ષ સંસ્થા રાષ્ટ્રીય શિક્ષા આયોગ અથવા એનઈસીનું ગઠન કરવામાં આવે.

આપને જણાવી દઈએ કે વર્તમાન શિક્ષા નીતિ 1986માં તૈયાર થઈ હતી અને 1992માં આમાં સંશોધન થયું હતું. નવી શિક્ષા નીતિ 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના મેનિફેસ્ટોનો ભાગ હતી.

વિશેષજ્ઞોએ પૂર્વ કેબિનેટ સચિવ ટીએસઆર સુબ્રમણ્યમની અધ્યક્ષતા વાળી સમિતિના રિપોર્ટની પણ માહિતી લીધી. ઈસરોના પૂર્વ પ્રમુખના કસ્તૂરીરંગનના નેતૃત્વ વાળી કમિટીમાં ગણિતજ્ઞ મંજુલ ભાર્ગવ સહિત આઠ સભ્યો હતા. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ સમિતિને બનાવી હતી તે સમયે સ્મૃતિ ઈરાની આ મંત્રાલયનો કાર્યભાર સંભાળતા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]