એરસ્ટ્રાઈક પર મહેબૂબા બોલ્યાંઃ શિક્ષિત લોકો ખુશી મનાવે છે, તે મને પરેશાન કરે છે

નવી દિલ્હી– ભારતે પુલાવામા આતંકી હુમલાનો બદલો લેતાં પાકિસ્તાનના બાલાકોટમાં કેટલાક આતંકી કેમ્પોનો સફાયો કરી નાંખ્યો છે. ભારતીય વાયુસેનાએ આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો. ભારતની એરસર્જિકલ સ્ટ્રાઈકથી દેશભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે જમ્મુકશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ નિવેદન આપ્યું છે કે શિક્ષિત લોકો પણ યુદ્ધની સંભાવના પર ખુશી મનાવી રહ્યાં છે. આ વાત મને પરેશાન કરી રહી છે અને ઓડ લાગે છે.

મહેબૂબાએ ભારતની જવાબી કાર્યવાહી પર કેટલાય ટ્વીટ કર્યા. જમ્મુકશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું છે કે ભારતીય વાયુસેનાની સ્ટ્રાઈક પછી ટ્વીટર અને ન્યૂઝચેનલ પર મોટાપાયે યુદ્ધનો ઉન્માદ જોવા મળ્યો હતો. પરેશાન કરી દે તેવી વાત છે કે શિક્ષિત લોકો પણ ખુશી મનાવતા હતા, આ બધુ મને ઓડ લાગે છે.

તેમણે વધુમાં કહ્યું કે મેરા પ્રતિશોધ અનાવશ્યક હૈ… અને જો લોકો મારા રાષ્ટ્રવાદ પર સવાલ ઉઠાવે તો એવું જ સમજો. હું શાંતિનો પક્ષ લઈશ અને સેંકડો જીવ જાય તેની સામે હું જિંદગીઓ બચાવવાનો પક્ષ લઈશ.

તેમણે કહ્યું કે પુલવામા હુમલાએ બેશક દેશના માહોલને ખરાબ કરી નાંખ્યો છે. લોકો લોહીના તરસ્યાં છે અને બદલો લેવા માગે છે. પણ એ વાત ન ભૂલવી જોઈએ કે હિંસા જ હિસાને જન્મ આપે છે.

તેમણે કહ્યું કે માત્ર આશા અને પ્રાર્થના કરી શકું છું કે સારી ભાવના ઝડપથી લોકોમાં જાગૃત થાય. જમ્મુ અને કશ્મીરને હજી કેટલું નુકશાન થશે. કયા સુધી નુકશાન ભોગવશે.

પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જો કે પાકિસ્તાનનો દાવો છે કે ભારતીય વાયુસેના દ્વારા એલઓસીનો ભંગ કરવા છતાં કોઈ જાનહાનિ થઈ હોવાના કોઈ સમાચાર નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]