મેઘાલય: 21 બેઠક છતાં કોંગ્રેસ સત્તાથી દૂર, 2 બેઠક જીતી ભાજપની સત્તા માટે દાવેદારી

શિલોંગ- દેશના પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા અને નાગાલેન્ડ બાદ હવે મેઘાલયમાં પણ ભારતીય જનતા પાર્ટી સત્તારુઢ થશે તેમ લાગી રહ્યું છે. ગતરોજ થયેલા એક નાટકીય ઘટનાક્રમમાં રાજ્યમાં 21 બેઠક પર વિજય મેળવી સૌથી મોટા પક્ષ તરીકે આગળ આવનારી કોંગ્રેસને સત્તાથી દૂર થવું પડે તેવા સમીકરણો રચાઈ રહ્યાં છે. 2 બેઠક જીતનારી ભારતીય જનતા પાર્ટીએ 5 અન્ય પક્ષો અને એક અપક્ષની મદદથી રાજ્યમાં સરકાર બનાવવા જરુરી સંખ્યાબળ મેળવી લીધું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે, કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી BJPને મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. એ સમયે લાગી રહ્યું હતું કે, 21 બેઠક જીતનારી કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં પોતાની સરકાર સરળતાથી બનાવી લેશે.

ઉલ્લેખનીય છે કે, ત્રિપુરા અને નાગાલેન્ડમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. તેથી શાખ બચાવવા મેઘાલયમાં કોંગ્રેસ માટે સરકાર બનાવવી જરુરી હતી. પરંતુ BJPના રણનીતિકારોએ અહીં પણ કોંગ્રેસની યોજનાઓ પર પાણી ફેરવી દેતાં રાજ્યમાં સરકાર રચવાનો દાવો કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]