પર્યાવરણનો અનોખો પ્રેમી: એક પગે 1300 કિમીની સાઇકલ સફર ખેડવાનો ઈરાદો

ચેન્નઇઃ 36 વર્ષીય વી. મણિકંદન સાઇકલ પર નિકળી પડયા છે વધતા જતા પ્રદુષણથી છૂટકારો મેળવવા વૃક્ષો રોપવાનો સંદેશ આપવા. ખાસ વાત એ છે કે, રામનાથપુરમના મણિકંદને માત્ર એક પગથી સાઇકલ ચલાવીને 1300 કિમીના અંતર કાપવાના ઈરાદા સાથે 1 જાન્યુઆરીએ ચેન્નાઈના મરીના બીચ પર પહોંચવાનો સંકલ્પ કર્યો છે. તે 13 ડિસેમ્બરે કન્યાકુમારીથી નિકળ્યા હતા.

થિરુનગરના રહેવાસી મણિકંદન સાથે દસમાં ધોરણમાં ક્રિકેટ રમતી વખતે અકસ્માત થયો હતો. ફિલ્ડિંગ કરતી વખતે એક પથ્થર પર પડ્યા હતા. તે સમયે, તેમણે ઈજા તરફ ધ્યાન ન આપ્યું પરંતુ ઘૂંટણને ઘણું નુકસાન પહોચ્યું હતુ અને સમયજતા આખો પગ જ કાપવો પડ્યો હતો. જો કે, તે અકસ્માતથી નબળા પડ્યા નહીં અને માત્ર એક પગથી સાઇકલ ચલાવવાની શરૂઆત કરી. તેમણે અનુસ્નાતક અને ડિપ્લોમાંનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો.

તેમણે 2008માં શિવગંગાથી ચેન્નાઈ અને ત્યારબાદ 2013માં રામેશ્વરમથી કન્યાકુમારી સુધી સાઇકલ ચલાવી લોકોને હેલ્મેટ પહેરવાનો અને કાળજીપૂર્વક વાહન ચલાવવી પ્રદૂષણ ઘટાડવાનો સંદેશ આપ્યો. આ વખતે તેણે 5000 પત્રિકાઓ સાથે તેની યાત્રાની શરૂઆત કરી જેમાં તે પર્યાવરણને બચાવવા શકે, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, બોરવેલ અને વિશ્વને જીવવા લાયક બનાવા જેવા સંદેશાઓ આપી રહ્યા છે.

મણિકંદને જણાવ્યું કે, હું અને મારા મિત્રો સેલ્વાકુમાર અને સુબ્બારામ, જે બાઇક પર રહે છે, અમે વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને પત્રિકાઓ વહેંચી. કન્યાકુમારી, તિરુનવલવલી, તુતીકોરીન, વિરુદ્ધનગર અને મદુરાઈમાંથી રેઈન કોટ, પાણીના કેન, વૃક્ષોના છોડ,અને બેનર લઈને તેઓ પસાર થયા. આ ટીમ સરકારી શાળાઓ, પંચાયત કચેરીઓ અને ધાર્મિક સ્થળોએ રાતવાસો કરે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]