મધ્યપ્રદેશ ચૂંટણી: BJPએ જાહેર કરી 177 ઉમેદવારોની યાદી

ભોપાલ- ભારતીય જનતા પાર્ટીએ આજે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ જાહેર કરેલી પ્રથમ યાદીમાં મધ્યપ્રદેશ વિધાનસભા માટે 177 ઉમેદવારોના નામની ઘોષણા કરી છે.રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ તેની પરંપરાગત બેઠક બુધની ઉપરથી જ ચૂંટણી લડશે. ભારતીય જનતચા પાર્ટીના વર્તમાન રાજ્ય સરકારના પ્રધાન માયા સિંહને આ વખતે ટિકિટ આપી નથી. આ વખતે ગ્વાલિયર પૂર્વથી સતીશ સિકરવારને ટિકિટ આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની નામાંકન પ્રક્રિયા આજથી શરુ થઈ રહી છે, જે નવ નવેમ્બર સુધી ચાલશે. મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠક છે.

વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની પસંદગી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની ઈલેક્શન કમિટિની બેઠકમાં નક્કી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ, નાણાંપ્રધાન અરુણ જેટલી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]