મધ્યપ્રદેશ ચૂંટણી: ભિંડમાં પોલિંગ બૂથ બહાર ફાયરિંગ, મતદાન અટકાવાયું

ભોપાલ- મધ્યપ્રદેશમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં કેટલાંક મતદાન બૂથો પર EVM મશીન ખરાબ થતાં મતદાન પ્રભાવિત થયું છે. જેને મુદ્દો બનાવીને કોંગ્રેસ પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન મધ્યપ્રદેશના ભિંડમાં એક પોલિંગ બૂથ પર ફાયરિંગ કરાયાના પણ સમાચાર મળી રહ્યાં છે.રાજ્યના ભિંડ વિધાનસભા પોલિંગ નંબર 120 અને 122 બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ફાયરિંગ અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે. ફાયરિંગ બાદ અહીં મતદાન પ્રભાવિત થયું છે. અને થોડીવાર માટે મતદાન અટકાવવામાં આવ્યું છે.

બીજી તરફ ભોપાલના સેંટ મેરી પોલિંગ બૂથ પર બીજેપીના પોલિંગ એજન્ટને ચૂંટણીની પ્રચાર સામગ્રી સાથે પોલિસે અટકાયત કરી છે. આ ઘટના પોલિંગ સ્ટેશનથી 200 મીટર દૂર નોંધાઈ છે. જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠક માંથી 227 બેઠક વિસ્તારમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. જ્યારે બાલાઘાટ જિલ્લાની નક્સલ પ્રભાવિત વિધાનસભા બેઠકો ઉપર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. રાજ્યના કુલ 5 કરોડ મતદાતાઓ આશરે 3 હજાર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]