વર્ષ 2019નું પહેલું ચંદ્રગ્રહણઃ યૂરોપ-એશિયાના કેટલાક દેશોમાં દેખાયો અદભૂત નજારો

નવી દિલ્હીઃ આજે પોષ પૂર્ણિમાના દિવસે વર્ષ 2019નું પહેલું ચંદ્રગ્રહણ છે. સવારે 9 વાગ્યે અને 4 મીનિટ પર શરુ થયું હતું ગ્રહણનો સ્પર્શ 10 વાગ્યે અને 11 પર થયો હતો. ગ્રહણનનો પરમગ્રાસ 10 વાગ્યે અને 42 મીનિટ પર અને સ્પર્શ સમાપ્ત 11 વાગ્યે અને 13 મીનિટ પર થયો અને 12 વાગ્યે અને 21 મીનિટ પર ગ્રહણ સમાપ્ત થશે.

આશરે 3 કલાક અને 17 મીનિટ સુધી ચાલનારા આ ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગનો દેખઆયો હતો અને ચંદ્રના આ રંગના કારણે ખગોળ શાસ્ત્રીઓએ આને બ્લડમૂન ચંદ્રગ્રહણ નામ આપ્યું હતું. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાં સુંદર દેખાઈ રહ્યો છે પરંતુ ભારતના લોકો આ ચંદ્રગ્રહણને નરી આંખે નહી જોઈ શકે કારણ કે ભારતમાં દિવસના સમયે આ ચંદ્ર ગ્રહણ છે જેના કારણે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયું નથી.

પૂર્ણ ચંદ્રગ્રહણને સુપર બ્લડ મૂન કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો અનુસાર પૂર્ણ ચંદ્રગ્રહણમાં ચંદ્રમા સામાન્ય દિવસો કરતા 14 ટકા મોટો અને 30 ટકા વધારે ચમકદાર દેખાય છે. આ દરમિયાન ચંદ્રમાનો રંગ લાલ થઈ જાય છે જેના કારણે આને સૂપર બ્લડમૂન કહેવાય છે. આ સમયગાળા દરમિયાન સૂર્યનો પ્રકાશ પૃથ્વિ પર થઈને ચંદ્રમા પર પડે છે અને એટલા માટે ચંદ્રનો રંગ પણ ગ્રહણ દરમિયાન બદલાઈ જાય છે. પશ્ચિમી દેશોમાં આ ચંદ્ર ગ્રહણનું એક અન્ય નામ સુપર બ્લડ વુલ્ફ મૂન પણ છે.