લોકસભા ચૂંટણી રાઉન્ડ-પાંચમો: 51 મતવિસ્તારોમાં 62.56% મતદાન થયું

નવી દિલ્હી – સાત ચરણની લોકસભા ચૂંટણીમાં આજે પાંચમા તબક્કા માટેનું મતદાન છે, જે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ હતું અને સાંજે 6 વાગ્યે પૂરું થયું હતું. આ ચરણમાં 62.56 ટકા મતદાન થયાનો અહેવાલ છે. આ ચરણમાં 7 રાજ્યોની 51 બેઠકોમાં લોકોએ મતાધિકાર પ્રાપ્ત કર્યો છે.

બિહારમાં 56.8 ટકા, મધ્ય પ્રદેશમાં 62.96 ટકા, રાજસ્થાનમાં 62.70 ટકા, ઉત્તર પ્રદેશમાં 53.25 ટકા, પશ્ચિમ બંગાળમાં 74.6 ટકા, ઝારખંડમાં 63.95 ટકા, જમ્મુ અને કશ્મીરમાં 17.07 ટકા મતદાન નોંધાયું હતું.


લોકસભા ચૂંટણી પ્રક્રિયાની અત્યાર સુધીની વિશેષતાઃ

– અત્યાર સુધીમાં 424 બેઠકો પર મતદાન પૂરું થઈ ચૂક્યું છે, એટલે કે 80 ટકા સીટ

– જમ્મુ અને કશ્મીર રાજ્યમાં તમામ બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે

– 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે

– પહેલા ચાર તબક્કામાં 69.51 ટકા મતદાન થયું હતું

– પહેલા તબક્કામાં 69.50% મતદાન થયું હતું

– બીજા તબક્કામાં 69.44%

– ત્રીજા તબક્કામાં 68.40%

– ચોથા તબક્કામાં 65.51%

– પહેલા ચાર તબક્કામાં 5.94 કરોડ લોકો મતદાન કરી ચૂક્યા છે. 2014ની ચૂંટણીના પહેલા 4 તબક્કા કરતાં આ આંકડો વધારે છે

– આ વખતે પહેલા ચાર તબક્કામાં 20 કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે જ્યારે 6,389 મતદારોએ એમને તૃતિયપંથીનાં લોકો તરીકે ઘોષિત કર્યાં છે

– આજે પાંચમા તબક્કામાં 99,280 મતદાન મથકોમાં વોટિંગ થયું હતું. આમાં 81 ટકા ગ્રામ્ય વિસ્તારો છે.


આજે વહેલા જઈને મતદાન કરનાર નામાંકિત લોકોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ (લખનઉ), કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોર (જયપુર), ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન યશવંત સિન્હા (ઝારખંડ)નો સમાવેશ થાય છે.

પાંચમા રાઉન્ડમાં ઉત્તર પ્રદેશની 14, રાજસ્થાનની 12, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 7-7, બિહારમાં પાંચ અને ઝારખંડમાં ચાર અને જમ્મુ-કશ્મીરમાં બે સીટ પર મતદાન યોજાયું છે.

આજના ચરણ માટે 8 કરોડ 70 લાખ લોકો મતદારો તરીકે નોંધાયા હતા. આજના ચરણ માટે કુલ 674 ઉમેદવારો જંગમાં ઉતર્યાં છે. ચૂંટણી પંચે કુલ 99થી વધારે મતદાન કેન્દ્રો ઊભાં કર્યાં હતા.

આજે જે 51 મતવિસ્તારોમાં ચૂંટણી યોજાઈ એમાંની 36 સીટ પર ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે જ્યારે એણે 2014ની ચૂંટણીમાં જે બે સીટ જીતી હતી એ ખાલી પડી છે. તૃણમુલ કોંગ્રેસ સાત સીટ પર જ્યારે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી અને લોક જનશક્તિ પાર્ટી એક-એક સીટ પર કબજો ધરાવે છે.

અનંતનાગ બેઠક પર પીડીપીનાં મેહબૂબા મુફ્તી 2014માં વિજયી બન્યાં હતાં, પણ એ જમ્મુ-કશ્મીર રાજ્યનાં મુખ્ય પ્રધાન બન્યાં એટલે એમણે લોકસભા સીટ છોડી દેવી પડી હતી, જે હાલ ખાલી પડી છે.

પાંચમા રાઉન્ડમાં જે જાણીતા નેતાઓનું ચૂંટણી ભાવિ ઈવીએમ મશીનોમાં કેદ થશે એમાં કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, રાજ્યવર્ધન સિંહ રાઠોર, સ્મૃતિ ઈરાની, જયંત સિન્હા, અર્જુન રામ મેઘવાળ તેમજ કોંગ્રેસનાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.

2014માં, સોનિયા ગાંધી રાયબરેલી અને રાહુલ ગાંધી અમેઠીમાંથી ચૂંટણી જીત્યાં હતાં.

પહેલા ચરણનું વોટિંગ 11 એપ્રિલે (91 બેઠક), બીજા તબક્કાનું 18 એપ્રિલે (97 બેઠક), ત્રીજા ચરણનું 23 એપ્રિલે (115 બેઠક) અને ચોથા ચરણનું વોટિંગ 29 એપ્રિલે (71 બેઠકો) થયું હતું.

હવે 12 મેએ 7 રાજ્યોમાં 59 બેઠકો અને 19 મેએ 8 રાજ્યોમાં 59 બેઠકો પર મતદાન થશે.

23 મેએ મતગણતરી અને પરિણામનો દિવસ છે.

પીએમ મોદીની મતદારોને અપીલ

મતદાન શરૂ થયું એ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મતદારોને મોટી સંખ્યામાં મતદાન માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકતંત્રને મંજબૂત બનાવવા અને ભારતનું સારું ભવિષ્ય નક્કી કરવા માટે મતદાન સૌથી અસરકારક રીત છે. આશા રાખું છું કે યુવાન મતદારો પણ વિક્રમી સંખ્યામાં મતદાન કરશે.

સાત રાઉન્ડવાળી લોકસભા ચૂંટણીના પાંચમા રાઉન્ડ માટે 6 મે, સોમવારે 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું હતું. એ માટે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ ઝારખંડના રાંચી શહેરમાં એની પત્ની સાક્ષી અને માતા-પિતાની સાથે જઈને મતદાન કર્યું હતું.


ગૃહપ્રધાન રાજનાથ સિંહ એમના પત્ની સાવિત્રી સિંહ સાથે લખનઉમાં


બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી લખનઉમાં


કેન્દ્રીય પ્રધાન જયંત સિન્હા ઝારખંડના હઝારીબાગમાં


હાજીપુર, બિહાર
જયપુર, રાજસ્થાન
કૌશંબી, ઉત્તર પ્રદેશ
લખનઉ, ઉત્તર પ્રદેશ


અનંતનાગ, જમ્મુ


મહેન્દ્ર સિંહ ધોનીના ભાઈ નરેન્દ્ર સિંહ એમના પત્ની મમતા સિંહ સાથે રાંચીમાં


રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચીન પાઈલટ જયપુરમાં


બરાકપોર, પશ્ચિમ બંગાળ


સિંગુર, પશ્ચિમ બંગાળ


અયોધ્યા, ઉત્તર પ્રદેશ


કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોર એમના પરિવારજનો સાથે જયપુરમાં


બિહારના છપરા મતવિસ્તારનું દ્રશ્ય


પશ્ચિમ બંગાળના નાદિયામાં વયોવૃદ્ધ માતાને પોલિંગ બૂથમાં લાવ્યો છે એમનો પુત્ર


વિશ્વમાં સૌથી મોટી મૂછ ધરાવનાર ગિરધર વ્યાસ, બિકાનેરમાં


ભાજપ ઉમેદવાર અર્જુન મુંડા (ખુન્ટી, ઝારખંડ)
ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ હેમંત સોરેન એમના પત્ની કલ્પના સાથે રાંચીમાં


પુલવામા, જમ્મુ-કશ્મીર


કાર અકસ્માતમાં ઘાયલ થવા છતાં મતદાન કરવા હાજર થયા પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લામાં ભાજપના ઉમેદવાર શાંતનુ ઠાકુર
હાવરા જિલ્લામાં દિવ્યાંગજનને મદદ કરતા સુરક્ષા જવાન


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]