110 સીટો પર EC રાખશે બાજ નજર, વોટર્સને પૈસાથી પ્રભાવિત કરવાની શંકા

નવી દિલ્હીઃ ચૂંટણી આયોગે દેશભરમાં એવી 110 સીટોની ઓળખ કરી છે જે ખર્ચ મામલે સંવેદનશીલ છે અથવા તો ધન બળના દમ પર આગામી લોકસભા ચૂંટણીમાં આ સીટો પ્રભાવિત થવાની શક્યતાઓ છે. આયોગે પોતાના ડેટામાં આ વાતની જાણકારી આપી છે. ડેટા અનુસાર ખર્ચ મામલે સંવેદનશીલ સીટોની સંખ્યા 150થી વધારે હોઈ શકે છે. ભારતમાં નીચલા સદન એટલે કે લોકસભાની સીટોની કુલ સંખ્યા 543 છે.

આપને જણાવી દઈએ કે સુરક્ષાની દ્રષ્ટિએ અને અન્ય કારણોના કારણે ચૂંટણી આયોગે, ચૂંટણી 11 એપ્રિલ થી 19 મે સુધીમાં ઘણા ચરણોમાં કરાવવાનો નિર્ણય લીધો છે. તમિલનાડુમાં તમામ લોકસભા સીટો અને આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, કર્ણાટક અને ગુજરાતમાં અડધાથી વધારે સીટોની ઓળખ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ચૂંટણી આયોગે આમાથી પ્રત્યેક નિર્વાચન ક્ષેત્રમાં બે ઓફિસરોને મોકલવાનો નિર્ણય કર્યો છે, જેથી જમીની સ્તર પર ટ્રેકિંગ ગતિવિધિ માટે સમર્પિત સ્પેશિયલ ટીમો બનાવી શકાય.

આના માટે તાજેતરમાં જ મલ્ટી ડિપાર્ટમેન્ટ ઈલેક્શન ઈન્ટેલિજન્સ કમીટીની નિમણૂંક કરવામાં આવી છે. આ કમીટી આ લોકસભામાં ખોટી રીતે પૈસાના ઉપયોગ પર નજર રાખશે. MDIC ની પ્રથમ મીટિંગ 15 માર્ચના રોજ થઈ. આયોગને રાજ્ય સ્તરથી મળેલા પોતાના પ્રથમ ફિડબેકથી ખ્યાલ આવ્યો છે કે 112 સીટો પર રાજનૈતિક પાર્ટી અને ઉમેદવાર મતદાતાઓને ફોસલાવવા માટે તેમને પૈસાની લાલચ આપવામાં આવી શકે છે. ફીડબેકથી એ પણ ખ્યાલ આવ્યો છે કે મતદાતાઓને ડ્રગ્સ, દારુ, અને ઘરેલુ સામાન ફ્રીમાં આપવા માટે પણ લાલચ આપવામાં આવી શકે છે. ચૂંટણી આયોગનું આ આંકલન રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસેથી જાણકારી પર આધારિત છે.

તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્યની તમામ 39 સીટો માટે એક ઓબ્ઝર્વરની માગણી કરી છે. આપને જણાવી દઈએ કે ચૂંટણી આયોગે વર્ષ 2017માં આરકે નગર વિધાનસભા સીટ પર ચૂંટણી રદ કરી દીધી હતી. આ સીવાય વર્ષ 2016માં રાજ્યની બે વિધાનસભા સીટોની ચૂંટણી તારીખો પણ આગળ કરી દેવામાં આવી હતી. કારણ કે તે સમયે એક અધિકારીએ મોટી માત્ર રોકડ જપ્ત કરી હતી. આ સિવાય ચૂંટણીમાં પૈસાના ખેલ માટે કુખ્યાત આંધ્ર પ્રદેશની 175 વિધાનસભા સીટો પૈકી 116 અને 25 લોકસભા સીટોમાં 16 સીટો પર આયોગ ખૂબ ધ્યાન રાખશે. આ રાજ્યથી અલગ થઈને બનેલા તેલંગાણાની 17 સીટો ચૂંટણીમાં ખર્ચની દ્રષ્ટિએ ખૂબ સંવેદનશીલ માનવામાં આવી છે.

બીજીતરફ ગુજરાતની 28 વિધાનસભા સીટો અને લોકસભાની 26માં 18 પર આયોગની નજર રહેશે. આ જ પ્રકારે કર્ણાટકની 28 સીટોમાથી 12 સીટો પર આયોગની નજર રહેશે. ખર્ચની દ્રષ્ટિએ ઉત્તરાખંડની 5 પૈકી 4 અને જમ્મૂ-કાશ્મીરની 6 પૈકી 2 સીટો સંવેદનશીલ માનવામાં આવી છે. હરિયાણા, છત્તિસગઢ, ગોવાની એક-એક સીટો પર આયોગની નજર રહેશે. રાજસ્થાન અને પંજાબની પાંચ-પાંચ સીટો પર આયોગ નજર રાખશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]