લોકસભા ચૂંટણી-2019નાં પહેલા ચરણનું મતદાન મોટેભાગે શાંતિપૂર્ણ રહ્યું: ચૂંટણી પંચ

નવી દિલ્હી – વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ, ભારતમાં 17મી લોકસભાની ચૂંટણી સાત રાઉન્ડમાં થઈ રહી છે. એના પહેલા રાઉન્ડનું મતદાન આજે યોજવામાં આવ્યું હતું. આજે 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 91 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું જે સાંજે 6 વાગ્યે પૂરું થયું હતું. જોકે ઘણા મતદાન મથકોએ છ વાગ્યા બાદ પણ મતદાતાઓની લાંબી લાઈન જોવા મળી હતી. ચૂંટણી પંચે એક નિવેદનમાં કહ્યું છે કે હિંસાના અમુક છૂટક બનાવને બાદ કરતાં આજનું મતદાન મહદ્દઅંશે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.

આ 91 સીટ માટે કુલ 1,279 ઉમેદવારો ચૂંટણીનાં જંગમાં ઉતર્યા છે.

આજે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 91 બેઠકો પર મતદાન થયું છેઃ 18 રાજ્યો છેઃ આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કીમ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ. બે કેન્દ્રશાસિત પ્રદેશોઃ આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ.

સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ ટકાવારી આ મુજબ નોંધાઈ હતીઃ

મહારાષ્ટ્રમાં 7 સીટ માટે 56 ટકા વોટિંગ થયું

અરૂણાચલ પ્રદેશમાં બે સીટ માટે 66 ટકા

છત્તીસગઢમાં 1 સીટ માટે 67 ટકા મતદાન થયું

આંધ્ર પ્રદેશમાં 25 સીટ માટે 66 ટકા લોકોએ મતદાન કર્યું

જમ્મુ અને કશ્મીરમાં બે સીટ માટે 54.49 ટકા મતદાન થયું

ઉત્તરાખંડમાં પાંચ સીટ માટે 58 ટકા વોટિંગ થયું 

ત્રિપુુરામાં 1 બેઠક માટે 78 ટકા મતદાન થયું

નાગાલેન્ડમાં એક બેઠક માટે 78 ટકા મતદાન થયું

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 1 સીટ માટે 70.67 ટકા

ઉત્તર પ્રદેશમાં 8 સીટ માટે – 63 ટકા મતદાન થયું

બિહારમાં ચાર બેઠકો માટે 53 ટકા મતદાન થયું

આજના મતદાન દરમિયાન ઈવીએમ મશીનો સાથેનાં 428 VVPAT મશીનો બદલવા પડ્યા હતા.

આસામમાં પાંચ બેઠકો માટે 59.46 ટકા મતદાન થયું

મિઝોરમમાં 1 બેઠક માટે 62 ટકા લોકોએ મતદાન કર્યું

મણીપુરમાં 1 બેઠક માટે 78.2 ટકા મેઘાલયમાં બે સીટ માટે 67.16 ટકા

ઓડિશામાં 4 સીટ માટે 68 ટકા

સિક્કીમમાં 1 બેઠક માટે 69 ટકા

મિઝોરમમાં 1 બેઠક માટે 60 ટકા

તેલંગણામાં 61 ટકા

પશ્ચિમ બંગાળમાં બે સીટ માટે 81 ટકા મતદાન થયું

લક્ષદ્વીપમાં 65.09 ટકા

કેટલાક એવા બનાવો બન્યા હતા જેમાં ઈવીએમ મશીનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આમાં આંધ્ર પ્રદેશમાં 6 બનાવ બન્યા છે તો અરૂણાચલ પ્રદેશમાં પાંચ, બિહારમાં 1, મણીપુરમાં બે અને પશ્ચિમ બંગાળમાં એક બનાવ બન્યો હતો.

એ પહેલાં, બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ ટકાવારી આ મુજબ નોંધાઈ હતી. 

મહારાષ્ટ્રમાં 46.13 ટકા

જમ્મુ અને કશ્મીરમાં – 46 ટકા

ઉત્તરાખંડમાં – 45 ટકા

ઉત્તર પ્રદેશ – 50.86 ટકા

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં – 52.11 ટકા

આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમ જિલ્લામાં 63.3 ટકા

મહારાષ્ટ્રના નાગપુર મતવિસ્તારમાં 38.5 ટકા મતદાન થયું.

એ પહેલાં, બપોરે 1 વાગ્યા સુધીનાં આંકડા આ પ્રમાણે હતા…

મહારાષ્ટ્રમાં – 30.19 ટકા

પશ્ચિમ બંગાળમાં – 55.95 ટકા

આસામમાં – 44.33 ટકા

આંધ્ર પ્રદેશમાં – 41 ટકા

મેઘાલયમાં – 44.5 ટકા

સિક્કીમમાં – 39.08 ટકા

મિઝોરમમાં – 46.5 ટકા

નાગાલેન્ડમાં – 57 ટકા

ઉત્તરાખંડમાં – 41.27 ટકા

અરૂણાચલ પ્રદેશમાં – 40.95 ટકા

ત્રિપુુરામાં – 53.17 ટકા,

લક્ષદ્વીપમાં – 37.7 ટકા

મણીપુુરમાં 53.44 ટકા

સવારે વહેલા જઈને મતદાન કરનાર અગ્રણીઓમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (નાગપુર), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લવ કુમારનો સમાવેશ થાય છે.

દેશના ઈશાન ભાગોમાં મતદાનનો સમય સવારે 7થી સાંજે પાંચ સુધીનો રહ્યું હતું જ્યારે મણીપુર અને નાગાલેન્ડમાં સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રખાયું હતું.

મતદાનના સાત રાઉન્ડ પૂરા થયા બાદ 23 મેએ મતગણતરી કરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે.

આજના ચરણમાં આ જાણીતા નેતાઓનું ચૂંટણી ભાવિ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ)માં કેદ થઈ જશેઃ કેન્દ્રીય પ્રધાન જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ, નીતિન ગડકરી, હંસરાજ અહીર, કિરણ રિજીજુ, કોંગ્રેસનાં રેણુકા ચૌધરી, AIMIMના અસદુદ્દીન ઓવૈસી.

આજે આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ અને તેલંગણામાં તમામ બેઠકો માટે મતદાન યોજવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં સાત રાઉન્ડમાં મતદાન થવાનું છે. ત્યાં આજે આઠ સીટ પર મતદાન થયું છે. બિહારમાં ચાર, આસામમાં પાંચ, મહારાષ્ટ્રમાં સાત, ઓડિશામાં ચાર અને પશ્ચિમ બંગાળની બે સીટ માટે આજે મતદાન થયું છે.

લોકસભાની કુલ 543 બેઠકો માટે કુલ સાત ચરણમાં મતદાન થવાનું છે. મતદાનનાં રાઉન્ડ છે – એપ્રિલ 11, 18, 23, 29 અને મે 6, 13 અને 19.

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરૌતના પોલિંગ બૂથમાં મતદારો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ઢોલ વગાડીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ જ સમયગાળા દરમિયાન આંધ્ર પ્રદેશ, સિક્કીમ અને ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આંધ્ર પ્રદેશમાં 175 સીટ, સિક્કીમમાં 32 અને ઓડિશાની 28 વિધાનસભા સીટ માટે મતદાન થશે.

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરૌતના પોલિંગ બૂથમાં મતદારો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ઢોલ વગાડીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

2014માં તેલંગણા અલગ રાજ્ય બન્યા બાદ આંધ્ર પ્રદેશમાં આ પહેલી વાર વિધાનસભા તથા લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે.

આજના ચરણની ચૂંટણી માટે કુલ 1 કરોડ 42 લાખ મતદારો નોંધાયા છે. મતદાન માટે 1,70,664 પોલિંગ બૂથ ઊભાં કરવામાં આવ્યા છે.

આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે એ 91 સીટ પર 2014ની ચૂંટણીમાં ભાજપ-એનડીએના 52 ઉમેદવાર વિજયી થયા હતા જ્યારે કોંગ્રેસ-યુપીએના 7 ઉમેદવાર વિજયી થયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]