દિલ્હીઃ વિફરેલી પોલીસે જજોની સિક્યોરિટી પાછી ખેંચવાની ધમકી આપી

નવી દિલ્હી: દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે થયેલ મારામારીની ઘટના હવે મોટું સ્વરૂપ લઈ રહી છે. મંગળવારે દિલ્હી પોલીસના જવાનોના વિરોધ પ્રદર્શન પછી બુધવારે વકીલોએ કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યુ અને કોર્ટ બંધ રાખી. વિરોધ પ્રદર્શન કરી રહેલા વકીલોની માગ છે કે, પ્રદર્શન કરી રહેલા તમામ દિલ્હી પોલીસ જવાનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

એક વકીલે દિલ્હી પોલીસને તેમના દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને લઈને નોટિસ પણ મોકલી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે દિલ્હી પોલીસની માગ છે કે, તેમને વકીલો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવે. દિલ્હી પોલીસે કહ્યું કે, જો સમય રહેલા સ્થિતિ કાબૂમાં નહીં આવે તો તે જજોની સિક્યોરિટીમાં તૈનાત તેમના જવાનોને પરત બોલાવી લેશે.

તીસ હજારી હિંસા મામલા સાથે જોડાયેલી 10 મોટી વાતો

  • સતત ત્રીજા દિવસે વકીલોએ પટિયાલા હાઉસ કોર્ટ અને સાકેત કોર્ટ બંધ રાખ્યા. આ દરમ્યાન કોઈ પણ બહારનાને કોર્ટ પરિસરમાં આવવાની મંજૂરી આપવામાં ન આવી.
  • વકીલોના પ્રદર્શન દરમ્યાન રોહિણી કોર્ટમાં એક વકીલે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો.
  • બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રાએ ભરોસો આપ્યો છે કે, ગુરુવારથી દિલ્હીની તમામ અદાલતો સમાન્ય રીતે કાર્યરત થઈ જશે.
  • મનન મિશ્રાએ કહ્યું કે, અમે દિલ્હી પોલીસને કહ્યું કે, સાકેત કોર્ટની બહાર પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારનાર વકીલ સામે કેસ દાખલ કરીને કાર્યવાહી કરે.
  • વકીલોનું કહેવું છે કે, તીસ હજારીમાં થેયલા ઘર્ષણ દરમ્યાન પોલીસે તેમના એક સાથીને ગોળી મારી હતી. મહત્વનું છે કે, આ હિંસામાં 20 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
  • દિલ્હી પોલીસનો દાવો છે કે, વકીલોએ મંગવારે તેમના અન્ય એક સાથીને પાલમ વિસ્તારમાં માર માર્યો હતો.
  • મનન મિશ્રાએ દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરનો પણ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, જો હાઈકોર્ટના આદેશથી તે સંતુષ્ટ નહતા તો તેમણે પુનવિચાર અરજી દાખલ કરવી જોઈતી હતી.
  • મંગળવારે દિલ્હી પોલીસના જવાનો લગભગ 11 કલાક પછી તેમના વરિષ્ઠ અધિકારીઓના અનુરોધ પર વિરોધ પ્રદર્શન સમાપ્ત કર્યું.
  • દિલ્હીના ઉપરાજ્યપાલએ આ સમગ્ર વિવાદ અને દિલ્હી પોલીસના જવાનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
  • આ મામલે ગૃહમંત્રીએ પણ રિપોર્ટ માગ્યો હતો. મંગળવારે ગૃહસચિવ એ અમિત શાહ સાથે મુલાકાત કરીને તેમને સમગ્ર મામલાની જાણકારી આપી હતી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]