ચારા કૌભાંડ: લાલુપ્રસાદ યાદવને સજાનું એલાન ગુરુવારે થશે

પટના- બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના (RJD) સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં દોષી જાહેર કરાયા બાદ આજે સજાનું એલાન કરવામાં આવશે. આ કેસમાં CBIના જજ શિલપાલસિંહ યાદવે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં અન્ય આરોપી જગન્નાથ મિશ્રા અને ધ્રુવ ભગતને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ચુકાદા બાદ લાલુપ્રસાદ યાદવને કોર્ટ રુમથી સીધા જ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ઘાસચારા કૌભાંડમાં આશરે 900 કરોડનો ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસ વર્ષ 1996થી ચાલી રહ્યો હતો. 1997માં આ કેલના સંદર્ભમાં લાલુ યાદવ પહેલીવાર જેલ ગયા હતા અને તેમને બિહારના સીએમની ખુરશી છોડવી પડી હતી. લાલુ પ્રસાદ યાદવ આજે રાંચીની CBIની સ્પેશિયલ કોર્ટ પહોંચ્યાં હતા પરંતુ આજે એડ્વોકેટ વિન્દેશ્વરી પ્રસાદનું અવસાન થયું હોવાથી તેમનો કેસ કોર્ટમાં રજૂ કરાયો નહતો. હવે લાલુ પ્રસાદ યાદવના કેસનો ચુકાદો આવતીકાલે ગુરુવારે આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]